1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑગસ્ટ 2015 (17:38 IST)

અનામતના મુદ્દે કોઈ નિરાકરણ નહીં આવે તો દૂધ અને શાકભાજીનો પુરવઠો ખોરવી નાખવાની ચીમકી !!

છેલ્લા બે માસથી અનામતની માગણી સાથે પાટીદારો દ્વારા શ કરવામાં આવેલા શાંતિપૂર્ણ આંદોલનનો હજુ સુધી કોઈ જ ઉકેલ કે નિરાકરણ આવ્યું નથી તેના કારણે પાટીદારોની ધીરજ ખુટી છે. આગામી તા.25મી ઓગસ્ટે અમદાવાદ ખાતે યોજાનાર ક્રાંતિ રેલીમાં પાટીદારો પોતાની તાકાતનું પ્રદર્શન કરશે સાથોસાથ રાજ્ય સરકારને અનામતના મુદ્દે અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે. જો 25મી સુધીમાં અનામતના મુદ્દે કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી તા.27મીથી રાજ્યભરમાં દૂધ અને શાકભાજીનો પુરવઠો ખોરવી નાખવાની ચીમકી આપી છે.

સાબરકાંઠા જિલ્લામાં પાટીદાર દ્વારા અનામતની માગણી સાથે શ થયેલા આંદોલનમાં આજે સમિતિના સહક્ધવીનર ડો.સાગર પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટો પશુપાલનનો વ્યવસાય પાટીદાર સમાજ પાસે હોય તેમજ રાજ્યમાં આવેલ એક હજાર જેટલી દૂધ મંડળીનું સંચાલન પણ પાટીદાર સમાજ ચલાવી રહ્યું હોય આગામી તા.25મી ઓગસ્ટ સુધીમાં અનામતના મુદ્દે જો કોઈ જ નિર્ણય નહીં આવે તો તા.27મીથી તમામ દૂધ મંડળીઓને તાળાં લગાવી દેવાની ચીમકી આપી છે જેના કારણે રાજ્યમાં દૂધનો પુરવઠો ખોરવાઈ જશે.
આ ઉપરાંત રાજ્યભરમાં મોટાભાગે ખેતીનો વ્યવસાય પાટીદાર સમાજ પાસે હોય શાકભાજીનો પુરવઠો પણ ખોરવી નાખવાની ચીમકી આપવામાં આવી છે.

જો રાજ્ય સરકાર પાટીદારોની માગ નહીં સંતોષે તો આગામી તા.27મીથી તમામ દૂધ મંડળીઓમાં દૂધ જમા કરાવવાના બદલે દૂધ મંડળીઓ હેઠળ આવતાં ગામડાઓમાં શાળાના નાના-નાના ભુલકાઓને પીવડાવી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત સુરેન્દ્રનગર ખાતે પાટીદાર રેલીને સંબોધતા આંદોલન સમિતિના ક્ધવીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, 25મી ઓગસ્ટ અમદાવાદમાં શક્તિ પ્રદર્શન બાદ પણ અનામતની માગણી નહીં સ્વીકારાય તો વધુ જલદ આંદોલનનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે જેમાં આગામી સપ્તાહથી શાકભાજી તેમજ અનાજનું વેચાણ બંધ કરી દેવાની ચીમકી આપવામાં આવી છે.