કેતન પટેલના અપમૃત્યુ કેસમાં પાટીદારોએ મુંડન કરાવ્યું
પાટીદાર યુવાન કેતન પટેલના મૃત્યુ બાદ મામલો વધારે બીચક્યો છે. સમાજિક આંદોલનના આગેવાનો હવે મેદાને પડીને સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યાં છે. આજે શનિવારે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં 101 પાટીદારોએ મુંડન કરાવ્યું હતું. મહેસાણાના બલોલ ગામના વતની કેતન પટેલ સામે એક હોટલ માલિકે 500 રૂપિયાની ચોરીની ફરિયાદ કરી હતી. જ્યાર બાદ પોલીસે કેતન પટેલની અટકાયત કરી તેને શનિવાર સુધી માર માર્યો હતો અને તેનું મોત થયું હતું. કેતન પટેલના મૃતદેહને ગઇકાલે શુક્રવારે રિપોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને હજુ કેતન પટેલના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવાના બાકી છે. પાટીદારોની માંગણી છે કે આ મામલે પહેલા જવાબદાર પોલીસકર્મીઓ અને લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે.