1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શનિવાર, 27 ફેબ્રુઆરી 2016 (21:26 IST)

મહેસાણા - મહિલા પાટીદાર સંમેલનને છેલ્લી ઘડીએ મંજૂરી, મોબાઈલ ઈન્‍ટરનેટ સેવા પર પ્રતિબંધ

આવતી કાલે મહેસાણમાં યોજાનારા મહિલા પાટીદાર સંમેલનને છેલ્લી ઘડીએ મંજૂરી આપવામાં આવી છે. મહેસાણાના અવસર પાર્ટી પ્લોટની સામે સંમેલન યોજવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, પાટીદારોને વર્ગ વિગ્રહ થાય તેવા ભાષણો નહીં કરવા અને બંધારણ ના નિયમોનું પાલન કરવાનું મંજૂરી પત્રમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારી કે જાહેર મિલ્કત ને નુકસાન ના કરવું, નુકસાન થાય તો ભરપાઈ કરવાની જવાબદારી આયોજકની રહેશે, તેમ પણ લખવામાં આવ્યું છે. એટલું જ નહીં, પાટીદારો બાઈક રેલી કે અન્ય કોઈ રેલી કાઢી શકાશે નહીં, તેમજ રેલીના સ્થળ પર અશોભનીય દેખાવો કરી શકાશે નહીં, તેમ મંજૂરી પત્રમાં લખવામાં આવ્યું

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આવતીકાલે મહેસાણામાં મહિલા સશકિતકરણ સંમેલન યોજવાનું જાહેર કરાતા જનજીવન રાબેતા મુજબ જાળવી રાખવા જિલ્લા કલેકટર શ્રી લોચન સહેરા (IAS.) એ પૂર્વ સાવચેતીના પગલારૂપે આવતીકાલે રવિવારે સવારે 8 થી રાત્રીના 8 વાગ્‍યા સુધી જિલ્લામાં મોબાઈલ ઈન્‍ટરનેટ સેવા પર પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે. વહીવટી તંત્રએ કાર્યક્રમની મંજુરી નકાર્યા બાદ આયોજકોએ ફરી અરજી કરતા ચોક્કસ શરતોને આધીન મંજુરી આપવામાં આવે તેવી શકયતા નકારાતી નથી છે.