રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018 (12:19 IST)

પાટીદાર સમાજની સંસ્થાઓ આજે ભરશે આ પગલું : આંદોલન રોકવાની છેલ્લી તક

પાટીદાર સમાજની સંસ્થા એસપીજીના લાલજી પટેલે સરકારને આપેલું અલ્ટિમેટમ આજે પૂર્ણ થઈ રહ્યું છે. સિદસરના જયરામ પટેલે લાલજી પટેલ પાસે ઉતાવળિયું પગલું ના ભરતાં 10 દિવસની મુદત માગી હતી. જે આજે પૂર્ણ થાય છે. જેને પગલે આગામી દિવસોમાં પાટીદારો આંદોલનને આગળ વધારે તે પહેલાં  પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખો મુખ્યમંત્રી સાથે મીટિંગ કરીને પાટીદારોની મુખ્ય માગણીઓ તેમની સમક્ષ રજૂ કરશે.  15મી સપ્ટેમ્બરે પાટીદારોની મુખ્ય છ સંસ્થાઓના પ્રમુખોએ એસપીજીને વાયદો કર્યો હતો કે દસ દિવસમાં તેઓ મુખ્યમંત્રીને મળીને પાટીદારોની માગણીઓ રજૂ કરશે. જે અંગે મુખ્યમંત્રી સાથે તેઓ મીટિંગ કરે એવી સંભાવના છે. એસપીજીએ પાટીદાર યુવા નેતા અલ્પેશ કથિરિયાને મુક્ત કરવા ઉપરાંત ખેડૂતોને લાભ થાય, પાટીદારોને બંધારણીય રીતે અનામત મળે, પોલીસ દમનના કેસો પર વિચારણા થાય, શહીદ પાટીદારોના પરિવારના સભ્યોને નોકરી મળે વગેરે માગણીઓ કરી છે. આં માંગો સરકાર સુધી પ્રોપર ચેનલમાં પહોંચે અને સમાજને ન્યાય મળે તે માટે એસપીજીને સંસ્થાઓએ જણાવ્યું હતું કે, 10 દિવસ આંપો, અમે સરકાર સુધી મુદ્દા પહોંચાડીને યોગ્ય ઉકેલ લાવીશું.પાટીદાર અનામતનું ભૂત ફરી ધૂણ્યું છે. એસપીજીએ સરકારને આપેલું અલ્ટિમેટમ હવે પુરૂ થવા આવ્યું છે. એસપીજીના લાલજી પટેલ પણ પાટીદારોને અનામત અપાવવા માટે મેદાને આવ્યા છે. હવે હાર્દિક પટેલ ફરી સક્રિય થયો છે.  હાર્દિક પટેલનું આંદોલન યથાવત રહ્યું છે. ગાંધી જયંતિથી હાર્દિકની પાસ સમગ્ર ગુજરાતમાં ફરી પ્રતિક ઉપવાસ પર ઉતરે તેવી સંભાવના છે. 2ઓક્ટોબરે મોરબીના બગથળા ગામે હાર્દિક પ્રતીક ઉપવાસ કરશે. હાર્દિક પોતાની ત્રણ જૂની માગ સાથે ફરી આંદોલન કરે તેવી સંભાવના છે. હાર્દિકે પાટીદાર સમાજને અનામત, ખેડૂતોને દેવાં માફી અને અલ્પેશ કથિરિયાના જામીનને લઇને ઉપવાસ શરૂ કર્યા હતા. આ ત્રણમાંથી એક પણ માગ સરકારે સ્વીકારી નથી. હવે આ મામલે ફરી ઉપવાસ શરૂ થાય તેવી સંભાવના છે.15મીએ લાલજી પટેલે 10 દિવસમાં મુદ્દા નહીં ઉકેલાય તો કાર્યક્રમો યોજાશે. જોકે સાથે એમ પણ કહ્યું કે વડીલોનું માન રાખીને શાંતિ ન ડહોળાય તેવું કોઈ કામ નહીં કરીએ. એસપીજીએ ભાજપ કોંગ્રેસ બંને સામે આંગળી ચિંધી છે. એસપીજીએ  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પત્ર લખ્યો છે. અને જણાવ્યું છે કે કોંગ્રેસ પાટીદારોને કેવીરીતે ન્યાય આંપી શકશે તેની સ્પષ્ટતા કરે. જો તેમ નહીં થાય તો ભાજપ અને કોંગ્રેસ બંનેનો વિરોધ કરીશું. હવે લાલજી પટેલની ચીમકીને 10 દિવસ પૂર્ણ થવા આવ્યા છે. જેને પગલે પાટીદાર અનામત આંદોલન આગામી દિવસોમાં ફરી સરકારની ઊંધ હરામ કરે તેવી સંભાવના છે. એસપીજીની ધમકીનું અલ્ટિમેટમ આવતીકાલે પૂર્ણ થતું હોવાથી આગામી દિવસોમાં આ બાબતે લાલજી પટેલ સક્રિયતા દાખવી શકે છે. સુરતમાં પણ આ બાબતે મીટિંગ થઈ હતી. પાટીદાર સમાજની 6 સંસ્થાઓ પણ હવે ધીમેધીમે પાટીદાર અનામત આંદોલન બાબતે ફરી સક્રિય થઈ છે. સુ્પ્રીમ સુધી કેસ લડવા માટે નાણાં આપવાની પણ તૈયારી દર્શાવી છે. આમ આગામી સમય પાટીદાર સમાજ અને ભાજપ બંને માટે નિર્ણયક બનશે.  પાસ અને એસપીજી મંગળવારથી દરેક જિલ્લામાં કલેક્ટરને આંવેદનપત્ર આંપશે. સુરતમાં પણ પાસ-એસપીજી કલેક્ટરને આંવેદનપત્ર આંપીને પોતાની માગણીઓ આં રીતે સરકાર સુધી પહોંચાડશે.