શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated :નવી દિલ્હી , બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (14:26 IST)

શુ આપ જાણો કેવી છે મોદીની સુરક્ષા ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને ખૂબ ચુસ્ત વ્યવસ્થા અને સાવધાની રાખવામાં આવી રહી છે. 
એવુ માનવામાં આવી રહ્યુ છેકે મોદી અનેક ખતરનાક આતંકી સંગઠનોના હૉટ ટારગેટ છે. તેથી તેમને માટે પારંપારિક સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત અત્યાધુનિક સાજો સામાન અને અનેક સીક્રેટ હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  પીએમ જ્યાથી પસાર થાય છે ત્યા જમીનથી લઈને આકાશ સુધી ખૂણે ખૂણે નજર રાખવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા તેમના પૂર્વર્તી પ્રધાનમંત્રી મનમોહન સિંહની તુલનામાં બમણી છે. આ વ્યવસ્થા સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) કમાંડો અને સુરક્ષા કાફલો બંને સ્તર પર કરવામાં આવે છે. 
 
મોદીની સુરક્ષામાં વિવિધ ઘેરા હેઠળ એક હજારથી વધુ કમાંડો ગોઠવાયેલા રહે છે. મોદી અતિ સુરક્ષાવાળી બુલેટપ્રુફ બીએમડબલ્યૂ 7માં સફર કરે છે.  તેમના કાફલામાં સાથે સાથે એવી બે ડમી કાર ચાલે છે જેથી હુમલાવરને ભ્રમિત કરી શકાય. જ્યારે કે મનમોહન સિંહના કાફલામાં ફક્ત એક જ ડમી બીએમડબલ્યૂ કાર ચાલતી હતી. પ્રધાનમંત્રીના સાત રેસકોર્સ રોડ સ્થિત રહેઠાણમાં એસપીજીના 500થી વધુ કમાંડો ગોઠવાયેલા રહે છે. સૂત્રોએ બતાવ્યુ કે મોદીના કાફલામાં ચાલનારી કારની એસપીજી સારી રીતે તપાસ કરે છે. આ ઉપરાંત એક જૈમર એક એંબુલેંસ અને દિલ્હી પોલીસની જીપ્સિયો  હંમેશા તેમના કાફલા આગળ અને પાછળ ચાલે છે. 
 
આ રોડની બંને બાજુ 100 મીટરની દૂરી સુધી રાખેલ વિસ્ફોટકને નિષ્ક્રિય કરી શકે છે. પીએમ મોદી જ્યા જ્યાથી પસાર થાય છે ત્યા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીના સાત રેસકોર્સ રોડ સ્થિત રહેઠાણમાં એસપીજીના 500થી વધુ કમાંડો ગોઠવાયેલા રહે છે. પીએમ જો વિદેશ જાય છે તો તેમની હવાઈ યાત્રાની જવાબદારી એયરફોર્સની હોય છે. પીએમના એયરપોર્ટ પહોંચતા પહેલા બે વિમાન તૈયાર રહે છે. જો એક વિમાન ખરાબ થઈ જાય તો બીજા વિમાનનો ઉપયોગ કરવામાં અવે છે. 
 
માહિતી મુજબ જ્યારથી મોદી પ્રધાનમંત્રી બન્યા છે. દિલ્હી પોલીસને એક ડઝનથી વધુ ગુપ્ત સૂચનાઓ મળી ચુકી છે. જેના મુજબ તે આતંકવાદીઓના નિશાના પર છે. રાજીવ ગાંધી સિવાય કોઈ અન્ય પ્રધાનમંત્રીના જીવને આટલુ જોખમ નહોતુ.