શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (15:07 IST)

જાણો શુ છે આર્ટિકલ 35A અને કેમ મચ્યો છે જમ્મુ-કાશ્મીરમાં આ મુદ્દા પર વિવાદ ?

.જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારો આર્ટીકલ 35Aને લઈને આજે નેશનલ કૉન્ફ્રેંસની અરજી પર સુનાવણી થશે. નેશનલ કૉંફેંસે માંગ કરી છે કે આ મામલામાં તેનો પણ પક્ષ બનાવવામાં આવે. અરજીમાં એવુ પણ કહેવામાં આવ્યુ કે 35A ને જે વિશેષ દરજ્જો જમ્મુ-કાશ્મીરને મળ્યો છે તેને ન બદલવામાં આવે. આ મામલે ગુપ્ત વિભાગે ચેતાવણી આપી કે સોમવરે જો સુપ્રીમ કોર્ટ જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલ સંવિધાનના આર્ટીઇઅક 35A પર કોઈ વિરોધી નિર્ણય આપે છે તો રાજ્યની પોલીસમં જ વિદ્રોહ થઈ શકે છે.  આ માહિતી સૂત્રોના હવાલથી મળી છે. ઉલ્લેખનીય છે કે આ આર્ટીકલની સંવૈધાનિકતા પર સવાલ ઉઠાવતા તેના પર સુપ્રીમ કોર્ટમાં પડકાર છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદીઓનુ બંધ છે. આ બંધ રવિવાર અને સોમવારના રોજ રહેશે. પ્રદર્શનકારીઓએ જમ્મુ કાશ્મીરની બહારન અલોકોને રાજ્યમાં કોઈ અચલ સંપત્તિ મેળવવાથી રોકનારા સંવૈધાનિક જોગવાઈને બચાવવાનો સંકલ્પ કર્યો છે.  વ્યવસાયિક સંગઠનોએ અનુચ્છેદ 35Aના સમર્થનમાં રવિવારે લાલ ચોકમાં ઘંટા ઘર પર આંદોલન અને વિરોધ પ્રદર્શન કાઢ્યુ. 
 
 
અનુચ્છેદ 35એ ની વૈધતાને કાયદાકીય પડકાર વિરુદ્ધ જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓનુ બંધ 
 
આવો જાણીએ આર્ટીકલ 35A સાથે જોડાયેલ કેટલીક જરૂરી વાતો.. 
 
 
1. આર્ટીકલ 35A સંવિધાનનો એ આર્ટીકલ છે જે જમ્મુ કાશ્મીર વિધાનસભાને લઈને જોગવાઈ કરે છે કે તે રાજ્યમાં સ્થાયી રહેવાસીઓને પરિભાષિત કરી શકે. 
 
2. વર્ષ 1954માં 14 મેના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ રજુ કર્યો હતો. આ આદેશ દ્વારા સંવિધાનમાં એક નવો આર્ટીકલ 35A જોડી દેવામાં આવ્યો. આર્ટીકલ 370 હેઠળ આ અધિકાર આપવામાં આવ્યો છે. 
 
3. વર્ષ 1956માં જમ્મુ કાશ્મીરનુ સંવિધાન બન્યુ જેમા સ્થાયી નાગરિકતાને પરિભાષિત કરવામાં આવી. 
 
4. જમ્મુ કાશ્મીરના સંવિધાન મુજબ સ્થાયી નાગરિક એ વ્યક્તિ છે જે 14 મે 1954નો રાજ્યનો નાગરિક રહ્યો હોય કે પછી એ પહેલાના 10 વર્ષથી રાજ્યમાં રહી રહ્યો હોય અને તેને ત્યા સંપત્તિ મેળવી હોય. 
 
5. વર્ષ 2014માં એક એનજીઓએ અરજી દાખલ કરી આ આર્ટિકલને સમાપ્ત કરવાની માંગ કરી. આ મામલાની સુનાવણી આજથી સુપ્રીમ કોર્ટમાં થવાની છે. 
 
 
શુ છે આર્ટિકલ 35A ?
 
- સંવિધાનમાં જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો 
- 1954ના રાષ્ટ્રપતિના આદેશથી આ સંવિધાનમાં જોડવામાં આવ્યુ 
- તેના હેઠળ રાજ્યના સ્થાયી રહેવાસીઓની ઓળખ 
- જમ્મુ-કાશ્મીરમાં બહારના લોકો સંપત્તિ નહી ખરીદી શકે. 
- બહારના લોકો રાજ્ય સરકારની નોકરી નથી કરી શકતા. 
 
આર્ટીકલ 35A ના વિરોધમાં દલીલ 
 
- અહી વસેલા કેટલાક લોકોને કોઈ અધિકાર નથી. 
- 1947માં જમ્મુમાં વસેલા હિન્દુ પરિવાર હજુ સુધી શરણાર્થી 
- આ શરણાર્થી સરકારી નોકરી નથી મેળવી શકતા 
- સરકારી શિક્ષણ સંસ્થામાં દાખલો નહી 
- ચૂંટણી કે પંચાયતમાં વોટિંગનો અધિકાર નહી. 
- સંસદ દ્વારા નહી, રાષ્ટ્રપતિના આદેશથી જોડવામાં આવ્યો આર્ટીકલ 35A