રૂપિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો, ડોલર સામે રૂપિયો પહોંચ્યો 71ના પાર

Last Modified શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (12:29 IST)
કાચા તેલની વધતી કિમંત વચ્ચે ડોલરની માંગ વધવાથી રૂપિયો આજે શરૂઆતી વેપારમાં 26 પૈસાના ઘટાડા સાથે 71 રૂપિયાના ન્યૂનતમ સ્તર પર પહોંચી ગયો. આંતરબેંક વિદેશી મુદ્રા બજારમાં ડોલર સામે રૂપિયો ગઈકાલે સ્થાનીક મુદ્રા 70.95 રૂપિયા પર ખુલ્યો અને પછી 71 રૂપિયાના સ્તર પર ચાલ્યો ગયો. રૂપિયો ગુરૂવારે 70.74 પર બંધ થયો હતો.

મુદ્રા વેપારીઓ મુજબ મહિનાના અંતમાં તેલ આયાતક તરફથી અમેરિકી કરેંસીની મજબૂત માંગ, ચીન અમેરિકા વચ્ચે વેપાર તનાવ સાથે વ્યાજ દર વધવાની આશામાં વિશ્વની અન્ય મુખ્ય મુદ્રાની તુલનામાં ડોલરના મજબૂત થવાથી ઘરેલુ મુદ્રા પર અસર પડી.


કાચા તેલની કિમંતમાં વૃદ્ધિને કારણે ફુગાવો વધવાની આશંકા અને ઘરેલુ શેયર બજાર વિદેશી સંસ્થાગત નિવેશકોના જમાપુંજીમાંથી નિકાસીથી પણ રૂપિયા પર અસર પડી છે. એશિયાઈ વેપારની શરૂઆતમાં માનક બ્રૈટ ક્રૂડનો ભાવ 78 ડોલર બૈરલ પર પહોંચી ગયો.


આ પણ વાંચો :