શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

ભોજશાળા

વસંતપંચમી પર ભોજશાળામાં સરસ્વતી આરાધના

W.D
ધારની એતિહાસિક ભોજશાળામાં દરવર્ષે વસંતી વાતાવરણમાં વસંતપંચમી પર સરસ્વતીના ભક્તોનો મેળો લાગે છે. આ એક એવુ સ્થાન છે, જ્યાં માઁ સરસ્વતીનું વિશેષ રૂપે આ દિવસે પૂજન-કિર્તન થાય છે. અહીં યજ્ઞ વેદીમાં આહુતિ અને બીજા અનુષ્ઠાન આ જગ્યાએ જુના જમાનાના વૈભવની યાદ અપાવે છે. સાથે જ ઈતિહાસ પણ જીવંત થઈ ઉઠે છે. પરમાર કાળના વાસ્તુ શિલ્પનું આ સુંદર પ્રતીક છે. આ વર્ષે વસંત પંચમી 11 ફેબ્રુઆરી 2008ના રોજ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવશે.

ફોટો ગેલેરી માટે અહીં ક્લિક કરો.
ગ્રંથોના મુજબ રાજા ભોજ માઁ સરસ્વતીના ઉપાસક હતા. તેમના સમયમાં સરસ્વતીની આરાધનાનુ વિશેષ મહત્વ હતુ. એવુ કહેવાય છે કે તેમના સમયમાં લોકો સુધી સંસ્કૃતનુ વિદ્વાન રહેતુ હતુ. તેથી ધાર સંસ્કૃત અને સંસ્કૃતિનુ મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યુ છે. ભોજ સરસ્વતીની કૃપાથી જ યોગ, સાંખ્ય, ન્યાય, જ્યોતિષ, ધર્મ, વાસ્તુશાસ્ત્ર, રાજ-વ્યવ્હાર શાસ્ત્ર સહિત કેટલાય શાસ્ત્રોના જ્ઞાની રહ્યા. તેમના દ્રારા લખાયેલા ગ્રંથ આજે પણ પ્રાસંગિક છે. ઈતિહાસના પાન પર આ વાત નોંધાયેલી છે કે પરમાર વંશના સૌથી મહાન અધિપતિ રાજા ભોજનો ધારમાં ઈ.સ 1000. થી ઈ.સ 1055 સુધી પ્રભુત્વ રહ્યુ, જેનાથી અહીંની કીર્તિ દૂર દૂર સુધે પહોંચી. રાજા ભોજના વિદ્વાનોના આશ્રયદાતા હતા. તેમણે ધારમાં એક મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી, જે પછી ભોજશાળાના નામથી પ્રખ્યાત થઈ. જ્યાં નજીકના વિસ્તારથી વિદ્યાર્થીઓ પોતાની જ્ઞાન પિપાશાને શાંત કરવા માટે આવતા હતા. તે સમયમાં સાહિત્યમાં આ નગરનો ઉલ્લેખ ધાર તથા તેમના શાસનના યશગાન જ કરવામાં આવ્યો છે.

સ્થાપત્ય અને વાસ્તુ શિલ્
W.D
ભોજશાળા એક મોટા મેદાનમા6 બનેલી છે અને સામે એક મુખ્ય મંડળ અને પાર્શ્વમાં સ્તંભોની શ્રેણી અને પાછળની તરફ એક વિશાળ પ્રાર્થના ઘર છે. નક્કાશીવાળો સ્તંભ અને પ્રાર્થના ઘરની ઉત્કૃષ્ટ નક્કાશીવાળી છત ભોજશાળાની ખાસ ઓળખાણ છે. દિવાલો પર લાગેલી શિલા પટ્ટીઓ પરથી અણમોલ કૃતિઓ મળી છે. વાસ્તુને માટે બેજોડ આ સ્થળ પર બે મોટા શિલાલેખ વિશાળ કાળા પત્થરના છે. આ શિલાલેખો પર ક્લાસિકી સંસ્કૃતમાં નાટક ઉત્કીર્ણિત છે. જે પ્રખ્યાત જૈન વિદ્વાન આશાઘરના શિષ્ય હતા, જેમણે પરમારોના રાજ દરબારને સુશોભિત કર્યો હતો અને મદનને સંસ્કૃત કાવ્ય શિક્ષા આપી હતી. આ નાટકના નાયક પૂર્રમંજરી છે. આ ધારના વસંતોત્સવમાં અભિનીત કરવા માટે લખવામાં આવ્યો હતો. ભોજશાળામાં સ્તંભો પર ધાતુ પ્રત્યય માળા અને વર્ણમાળા અંકિત છે. સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ ભોજશાળા એક મહત્વની કૃતિ માનવામાં આવે છે.

વાગ્દેવી લંડનમાં
અહીંયા કદી માઁ સરસ્વતી એટલે કે માઁ સરસ્વતીનું મંદિર હતુ. જેનો કવિ મદને પોતાના નાટકમાં ઉલ્લેખ કર્યો છે. અહીં પ્રતિમા મોટી અને વિશાળ હતી. અહીંની દેવી પ્રતિમા અંગ્રેજ પોતાની સાથે લંડન લઈ ગયા, જે આજે પણ લંડન સંગ્રહાલયમાં જોવા મળે છે. આ મૂર્તિની રાજા ભોજ દ્વારા આરાધના કરવામાં આવતી હતી. વર્ષમાં ફક્ત એક વાર વસંત પંચમી પર ભોજશાળામાં માઁ સરસ્વતીની પેંટિગ લઈ જવામાં આવે છે, જેની આરાધના કરવામાં આવે છે. વર્ષમાં ફક્ત એક વાર વસંત પંચમી પર કેટલાય વર્ષોથી ઉત્સવનું આયોજન થઈ રહ્યુ છે. જેને માટે એક સમિતિનુ ગઠન કરવામાં આવ્યુ છે.

કેન્દ્રીય પુરાતત્વ વિભાગના આધીન
W.D
ભોજશાળા એતિહાસિક ઈમારત હોવાને નાતે કેન્દ્રીય પુરાતત્વ વિભાગના આધીન થઈને સુરક્ષિત છે. આ ઈમારતને માટે કેન્દ્ર સરકારે મંત્રાલયને વિશેષ નિર્દેશન રજૂ કરી મૂક્યુ છે, જેના હેઠળ અહીં વર્ષમાં એક વાર વસંત પંચમીના દિવસે હિન્દૂ સમાજને પૂજા-અર્ચનાની અનુમતિ છે. જ્યારેકે પ્રત્યેક મંગળવારે હિન્દુ સમાજના લોકો અક્ષતના કેટલાક દાણા અને ફુલ લઈને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કોઈ પણ વિના મૂલ્યે પ્રવેશ કરીને પ્રાર્થના કરી શકે છે. ત્યાં બીજી બાજુ દરેક શુક્રવારે આ જ સ્થળે મુસ્લિમ સમાજને અહીં નમાજ અદા કરવાની અનુમતિ મળેલી છે. દરેક શુક્રવારે ભોજશાળામાં મોટી સંખ્યામાં મુસલમાન સમાજના લોકો નમાજ અદા કરે છે, જ્યારેકે બાકીના દિવસોમાં દરેક વ્યક્તિ 1 રૂપિયાના મૂલ્યે પર્યટકના રૂપે પ્રવેશ કરી શકે છે. બાળકો માટે કોઈ ટિકીટ નથી.

કેવી રીતે જશો ?
મપ્ર. ના પ્રાચીન ધાર નગરમાં ભોજશાળાને જોવા ખૂબ સરળતાથી જઈ શકાય છે. પ્રદેશની વ્યવસાયિક રાજધાની ઈન્દોરથી દરેક 15 મિનિટે બસ મળી રહે છે. 60 કિમી. દૂર ની આ યાત્રા ઈન્દોરથી દોઢ કલાકમાં પૂરી થાય છે. ઈન્દોર-અમદાવાદ રાષ્ટ્રીય રાજમાર્ગ પર આવેલ ધાર નગરી પહોંચવા માટે રતલામ રેલવે સ્ટેશનથી 92 કિમી દૂર છે. માંડૂ આવનારા યાત્રિઓ માટે આ પહેલો પડાવ હોય છે. જ્યારેકે ગુજરાતથી ઈન્દોર જનારા બસ યાત્રીઓને માટે પણ આ પૂર્વ પડાવ છે. ધારના બસ સ્ટેંડથી ભોજશાળા ચાલતા કે રિક્ષામાં ખૂબ જ સરળતાથી પહોંચી શકાય છે.