શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ચૂંટણી 2022
  3. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022
Written By
Last Updated : સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (19:12 IST)

Punjab Assembly Election: ભાજપામાં જોડાઈ માહી ગિલ, અગાઉ કોંગ્રેસ માટે કર્યો હતો પ્રચાર

પંજાબની તમામ 117 સીટો માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. 10 માર્ચે મતગણતરી થશે. આ દરમિયાન અભિનેત્રી માહી ગિલ ભાજપમાં જોડાઈ ગઈ છે. સમાચાર એજન્સી ANI અનુસાર, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, કેન્દ્રીય મંત્રી-પંજાબ બીજેપી પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવત અને પંજાબ બીજેપી પ્રભારી દુષ્યંત ગૌતમની હાજરીમાં અભિનેત્રી માહી ગિલ અને પંજાબી એક્ટર-ગાયક હોબી ધાલીવાલ ભાજપમાં જોડાયા હતા. માહી ગિલ તેના દમદાર અભિનય માટે જાણીતી છે. હિન્દી ફિલ્મો ઉપરાંત માહીએ પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અને પંજાબમાં તેના ઘણા પાન ફોલોઈંગ છે. હવે તેમની રાજકીય ઇનિંગ પણ શરૂ થઇ ગઇ છે.

દેવ ડી અભિનેત્રીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં વોર્ડ નંબર 2 થી કોંગ્રેસના ઉમેદવાર હરમોહિન્દર સિંહ લકી માટે પ્રચાર કર્યો હતો. આ દરમિયાન જ્યારે તેને રાજનીતિમાં જોડાવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે લકી તેનો બાળપણનો મિત્ર છે અને તે માત્ર તેને જ સપોર્ટ કરતી હતી. રાજકારણમાં જોડાવાની તેમની કોઈ યોજના નથી.