શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ચૂંટણી 2022
  3. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022
Written By
Last Updated : સોમવાર, 24 જાન્યુઆરી 2022 (16:15 IST)

પંજાબમાં ચૂંટણીની તારીખો પાછી ઠેલાઈ

પંજાબમાં ચૂંટણીની તારીખો પાછી ઠેલાઈ:હવે મતદાન 14 ફેબ્રુઆરીના બદલે 20 ફેબ્રુઆરીએ થશે; ગુરુ રવિદાસ જયંતીને કારણે દરેક પાર્ટીઓએ સમંતી દર્શાવી. 
 
પંજાબમાં મતદાન 14 ફેબ્રુઆરીની જગ્યાએ 20 ફેબ્રુઆરીએ કરાશે. ચૂંટણીની તારીખો પાછળ કરવાનું કારણ શ્રી ગુરુ રવિદાસજીની જન્મજયંતિ છે.
16મી ફેબ્રુઆરી એ શ્રી ગુરુ રવિદાસજીનો જન્મ દિવસ છે. જેના કારણે પંજાબમાંથી લાખો ભક્તો ગુરુના જન્મસ્થળના દર્શન કરવા ઉત્તર પ્રદેશના બનારસ જાય છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણી મોકૂફ રાખવા માટે એકમત છે. તેઓ દલીલ કરે છે કે લગભગ 20 લાખ વસતિને મતદાન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.