સંબંધિત સમાચાર
- ગુજરાતી ગઝલ - નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
- Aarti Sangani Love Marriage - જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ
- કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ
- ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો
- Year Ender 2025: આ ગુજરાતી ફિલ્મોએ 2025 માં ડંકો વગાડયો, બોલીવુડ જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય દિગ્ગજ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી
Gujarati Gazal (See Video) | જગજીત સિંહની ફેમસ ગુજરાતી ગઝલ જીવન મરણ છે એક (જુઓ વીડિયો)
જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.
ખુશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી હું વીતેલી વસંત છું.
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું હું તેથી અનંત છું.
બન્ને દશામાં શોભું છું ઝુલ્ફોની જેમ હું,
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.
મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું,
રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.
સાંભળો 'જીવન મરણ છે એક'નો વીડિયો
જગજીતસિંહની ફેમસ ગઝલ 'એવા આ હસ્તાક્ષર'
અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર
સૂર શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર
એવા આ હસ્તાક્ષર.
વતન તણી માટીની ફોરમ ભીંજવી દેતી ભીતર
ફૂલ ફૂલની ઓળખ લઈને ખુશ્બુ વહેતી ઘર ઘર
સમય ભલેને સરી જાય પણ અમર રહે સ્વર અક્ષર
સૂર શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર
એવા આ હસ્તાક્ષર.
એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે
એક જ પીંછીં રંગ ભરે ને દ્ર્શ્ય સજીવન લાગે
કંઠ એક જો બને પૂજારી ગીત બને પરમેશ્વર
સૂર શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર
એવા આ હસ્તાક્ષર.
સાંભળો જગજીતસિંહની ફેમસ ગઝલ 'એવા આ હસ્તાક્ષર'
ये भी पढ़ें