બિહાર પર મહેરબાન લાલુ

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (16:43 IST)

પોતાનું છઠ્ઠુ રેલ બજેટ રજુ કરતાં લાલુ યાદવે બિહારને ટ્રેન અને વિવિધ પ્રોજેક્ટો ફાળવીને તેને ન્યાલ કરી દીધુ છે. તો બિહારમાં ટ્રેનનાં પૈડા બનાવવાની ફેક્ટરી તેમજ ભાગલપુરને અલગ રેલ્વે ડિવીઝન બનાવવાની ઘોષણા કરી છે.

લાલુએ પોતાના ત્રણ મહિના માટેનાં અંતરીમ બજેટમાં બિહારને પાંચ નવી ટ્રેનો આપી છે. જેમાં સીતામઢી-દિલ્હી, નવી દિલ્હી-ગુવાહાટી, બરૌની -દિલ્હી અને જમાલપુર-ગયા વચ્ચેની નવી ટ્રેનનો સમાવેશ થાય છે. તેમજ બિહારમાં નવી ટ્રેન ચલાવવા માટે સર્વે કરવાની પણ લાલુએ જાહેરાત કરી હતી.

તો બિહારનાં ભાગલપુરમાં નવું રેલ્વે ડિવીઝન બનાવવાની પણ જાહેરાત કરી છે. બિહારમાં આ પહેલાંનાં બજેટમાં રેલ્વે ડિવીઝન બનાવવામાં આવ્યા છે. જ્યારે દેશનાં બીજા ભાગોમાં જરૂર છે. ત્યાં ડિવીઝન બનાવાયા નથી.
આટલું ઓછુ હોય તેમ દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે બીજા પાંચ નામો સાથે દિલ્હી -પટનાનું નામ સુચવવામાં આવ્યું છે. લાગે છે કે બિહારનાં લોકોને ટ્રેનની સુવિદ્યાની બીજા લોકો કરતાં વધારે જરૂર છે. કાં તો લાલુને તેની વોટબેન્કની વધારે પડી છે.


આ પણ વાંચો :