લાલુના બજેટથી લોકોમાં ખુશી
લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે રજુ કરેલ રેલવે બજેટ ધારણા મુજબનું હળવુંફુલ રહ્યું છે. લોકોએ પણ આ બજેટને આવકારી લાલુજીની કાર્ય કુશળતાને વખાણી હતી.રેલવે ભાડામાં કરાયેલા 2 ટકાનો ઘટાડો, નવી 43 ટ્રેન, કેટલીક ટ્રેનોને લાંબી કરવા સહિતના લોકલક્ષી પગલાઓને આવકારતાં જનતાએ આ બજેટને વખાણ્યું છે. લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષોથી લાલુજીના સમયમાં જ રેલવે ભાડામાં ઘટાડો જોવા મળ્યો છે બાકી રેલવે પ્રધાનોના સમયમાં હંમેશા ભાડામાં વધારો જ થતો હતો. જનતાની સાથોસાથ રેલવે કર્મચારીઓ પણ તેમના વેતમ પંચને લઇને ખુશ છે તો કુલીઓમાં પણ ખુશીની લહેર પ્રસરી છે.