હાથીને ચિત્તો બનાવી દીધો - લાલુ

વેબ દુનિયા|

આજે બપોરે વર્ષ 2009-10નું બજેટ રજુ કરતાં રેલવે પ્રધાન લાલુ પ્રધાન યાદવે બજેટ અંગે આશ્વાસન આપતાં સંસદમાં કહ્યું હતું કે, આ બજેટ આમ જનતા માટેનું છે. કોઇ ભાડા વધાર્યા સિવાય રેલવેના હાથીને આજે ચિત્તો બનાવી દીધો છે.

પ્રારંભિક પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે, આજે જ્યારે વિશ્વમાં ખાનગી ક્ષેત્રમાં છટણી બેરોજગારી દેખાઇ રહી છે ત્યારે રેલવે સારી કામગીરી કરી રહ્યું છે. રેલવે કર્મચારીઓની નિષ્ઠા અને સારી કામગીરીથી આજે રેલવે હાથીમાંથી પરિવર્તિત થઇ ચિત્તાના રૂપમાં આવી ગયું છે. વધુમાં તેમણે કહ્યું કહ્યું કે આઝાદી બાદ પહેલી વાર આ પૂર્વીય રાજ્યોને ટ્રેન સેવાથી જોડી દેવાયા છે.


આ પણ વાંચો :