સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Updated :જયપુર. , બુધવાર, 25 ઑક્ટોબર 2023 (15:22 IST)

Rajasthan Elections 2023: BJP એ વસુંધરાના 3 મોટા સમર્થકોની ટિકિટ કાપી, વાંચો કેટલા OBC ઉમેદવાર ઉતાર્યા

BJP cut tickets of 3 big supporters of Vasundhara
BJP cut tickets of 3 big supporters of Vasundhara
Rajasthan Politics -  રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનુ એલાન થયા બાદ બીજેપીએ 41 ઉમેદવારોની પોતાની પહેલી યાદી રજુ કરી દીધી છે. ખૂબ જ ચોંકાવનારી આ યાદીમાં વસુંધરા રાજેના અનેક સમર્થકોના ટિકિટ આપવામાં આવી છે. તેમા ત્રણ મોટા ચેહરા સામેલ છે. બીજેપીની પહેલી યાદીમાં 41માં 29 નવા ચેહરા અને સાત સાંસદોને ઉતાર્યા છે. પહેલી યાદીમાં સાત સંસદોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પણ વસુંધરા રાજે, રાજેન્દ્ર રાઠોડ અને સતીશ પુનિયા જેવા દિગ્ગજોના નામ આ યાદીમાં સામેલ નથી.  
 
ભાજપની આ યાદીમાં વસુંધરા રાજે કેમ્પના નજીકના ત્રણ મોટા નેતાઓની ટિકિટ કાપવામાં આવી છે. તેમાંથી સૌથી અગ્રણી પૂર્વ મંત્રી રાજપાલ સિંહ શેખાવત છે. ભાજપે રાજે સમર્થક શેખાવતની જગ્યાએ જયપુરની જોતવાડા વિધાનસભા બેઠક પરથી સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડને ટિકિટ આપી છે. એ જ રીતે રાજેના અન્ય મોટા સમર્થક નરપત સિંહ રાજવીની પણ જયપુરની વિદ્યાધર બેઠક પરથી ટિકિટ રદ કરવામાં આવી છે. રાજવીના સ્થાને વિધાધર નગર બેઠક પરથી રાજસમંદ સાંસદ દિયાકુમારીને ટિકિટ આપવામાં આવી છે. રાજવી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભરોન સિંહ શેખાવતના જમાઈ છે.
 
બીજેપીએ હાલ કોઈપણ કેન્દ્રીય મંત્રીને મેદાનમાં ઉતાર્યો નથી  
આ જ રીતે વસુંધરા રાજ્ના એક વધુ નિકટના નેતા કાલૂલાલ ગુર્જરની પણ માંડલથી ટિકિટ કાપી દેવામાં આવી છે. તેમના સ્થાન પર નવા ચેહરા ઉદયલાલ ભડાણાને ટિકિટ આપવામાં આવી છે. રાજસ્થાનમાં પણ મધ્યપ્રદેશની જેમ કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાની ચર્ચા હતી. પણ પહેલી યાદીમાં પ્રદેશના ત્રણમાંથી કોઈપણ કેન્દ્રીય મંત્રેને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી. પાર્ટી તેમને આગામી યાદીમાં સ્થાન આપે છે કે નહીં તે અલગ વાત છે, પરંતુ હાલમાં તેઓ જે બેઠકોનો દાવો કરી રહ્યા છે તેમાંથી તેમનું નામ હટાવી દેવામાં આવ્યું છે. 
 
ઓબીસી વર્ગના 16 અને ચાર મહિલાઓને ટિકિટ આપી 
રાજ્યસભા સાંસદ કોરોડીલાલ મીણાને સવાઈ માઘોપુરથી ઉતારવામાં આવ્યા છે. બીજી બાજુ અલવરથી સાંસદ બાબા બાલકનાથને તિજારાથી ટિકિટ આપવામાં આવી. જાલોર સિરોહી થી સાંસદ દેવજી પટેલને સાંચોર અને અજમેરથી સાંસદ ભાગીરથ ચૌધરીને કિશનગઢથી મેદાનમાં ઉતાર્યા છે. બીજેપીએ પોતાની પહેલી યાદીમાં ઓબીસી વર્ગને 16 અને મહિલા વર્ગને 4 ટિકિટ આપી છે. બીજી બાજુ એક પૂર્વ આઈએએસ ચંદ્રમોહન મીણાને પણ ટિકિટ આપવામાં આવી છે.