1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Updated : બુધવાર, 25 ઑક્ટોબર 2023 (15:22 IST)

Rajasthan Election BJP Candidate List: ભાજપાએ રજુ કરી ઉમેદવારોની પહેલી યાદી, આ ૭ સાંસદોને મળી ટિકિટ

Rajasthan election
Rajasthan election
Rajasthan election bjp candidates - રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપાએ પોતાના ઉમેદવારોની પહેલી યાદી રજુ કરી છે.  ભાજપાની લીસ્ટએ અનેક લોકોને ચોકાવી દીધા છે. પાર્ટીએ પહેલી યાદીમાં કુલ 41 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે 41 ઉમેદવારોમાંથી 7 સાંસદને પણ ટીકીટ આપવામાં આવી છે.  
 
આ સાંસદોને ટિકિટ
ભાજપે સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડને ઝોટવાડાથી ટિકિટ આપી છે. સાથે જ  પાર્ટીએ મંડાવા બેઠક પરથી નરેન્દ્ર કુમાર, વિદ્યાધર નગર બેઠક પરથી સાંસદ દિયા કુમારી, તિજારાથી સાંસદ બાબા બાલક નાથ, સવાઈ માધોપુરથી સાંસદ કિરોડી લાલ મીણા, સાંચોરથી દેવજી પટેલ અને કિશનગઢના એમ.પી. ભગીરથ પટેલને ટિકિટ આપી છે.  
 
આ તારીખે ચૂંટણી
ચૂંટણી પંચે સોમવારે જ રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે 23 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. આ સાથે જ આ ચૂંટણીના પરિણામો અન્ય 4 રાજ્યોની સાથે 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
 
શું રહેશે શેડ્યૂલ ?
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં ચૂંટણીનું અધિસૂચના 30 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારો 6 નવેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. 7 નવેમ્બરે નામાંકનની ચકાસણી કરવામાં આવશે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર રહેશે. 23મી નવેમ્બરે મતદાન થશે અને 3જી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે.
 
રાજ્યમાં આટલા કરોડ છે મતદારો 
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજસ્થાનમાં આ વખતે કુલ 5.26 કરોડ મતદારો મતદાન કરવા પાત્ર છે. જેમાં 2.73 કરોડ પુરૂષ અને 2.52 કરોડ મહિલા મતદારો છે. તે જ સમયે, 22.04 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે.