મોટી બહેનને નાની બહેનનો પત્ર

અલ્કેશ વ્યાસ|

મારી વ્હાલા બહેન,
તમારા પત્રથી આ સ્પષ્ટ થાય છે કે આ વખતે તમને રક્ષાબંધન ઉપર તમારા જનમસ્થળ, તમારા પિયર પર આવવાનું મન નથી થતું. તમારા તરફથી મન ન બનવા માટે આપેલાં પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ કારણોથી હું પણ બધી રીતે સહમત છું. વાસ્તવમાં, આજે આ મોંઘવારીના આ દોરમાં તમારા-અમારા જેવા મધ્યમ આવક વર્ગના પરિવારની વહુ-દીકરીઓને આટલી દૂરથી આવવા- જવા માટે કે લોક-લાજને, માન-મર્યાદા અને રીતિ-રિવાજોને નિભાવવા માટેનું લેવડ-દેવડ ખૂબજ ભારે પડે છે!

તમારૂં આ વિચારવું પણ એકદમ બરોબર છે કે દાદા-દાદીના ગુજરી ગયા પછી ગયાં વર્ષે ત્રણેય ભાઇઓના કુટુંબમાં ઊભા થયેલા વ્યક્તિગત મતભેદો, એક જ છાપરાની નીચે પણ અધૂરા મને અલગ-અલગ રીતે રક્ષાબંધન મનાવવાના ઘટનાક્રમથી તો મન કસાયેલું બન્યું હતુ. તમારૂં આ લખવું સાચું બને છે કે ત્રણ ભાઇઓના કુટુંબમાં તેમની દીકરીઓને પર્ણાવ્યાં બાદ આપણી સરખી ઉંમરની બહેનપણીઓ જેવી ભાભીઓના આપણી પ્રત્યે બનેલાં વહેવારમાં તે આત્મીયતા રહી નથી કે જે આપણને દર રક્ષાબંધને પિયર આવવા માટે પ્રેરિત કરે.


આ પણ વાંચો :