ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated : રવિવાર, 27 ઑગસ્ટ 2023 (17:57 IST)

Rakshabandhan 2023 : રાખડી બાંધતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો શું થાય છે લાભ

raksha bandhan
બહેનાને ભાઈ કી કલાઈ સે પ્યાર બાંધા હૈ, પ્યાર કે દો તાર સે સંસાર બાંધા હૈ.
ભઈયા મેરે રાખી કે બંધન કો નિભાના, ભૈયા મેરે છોટી બહેન કો ન ભુલાના. સુમન કલ્યાણપુરી અને લતા મંગેશકર દ્વારા ગાવામાં આવેલ રક્ષાબંધનનુ ગીત ભલે ખૂબ જુનુ ન હોય પણ ભાઈના હાથ પર રાખડી બાંધવાનો રિવાજ સદિયો જુનો છે.રાખડી બાંધતી વખતે જો બતાવેલ મંત્ર બોલવામાં આવે તો ભાઈનુ આયુષ્ય લાંબુ થાય છે.
 
રાખડીનુ મહત્વ
હિન્દુ શ્રાવણ મહિનાના પૂનમના દિવસે ઉજવવામાં આવનારો આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનુ પ્રતિક છે.
- આ દિવસે બહેનો જ્યા ભાઈઓના હાથ પર રક્ષાનો તાર બાંધીને તેમના સુખ સમૃદ્ધિ અને દીર્ઘાયુની કામના કરે છે.
- રક્ષા બંધનનો તહેવાર દરેક ભાઈ-બહેન માટે ખાસ હોય છે.
- રાખડીનો આ કાચો દોરો ભાઈ બહેનના પ્રેમને મજબૂતી આપે છે.
-આ ખૂબ જ ખાસ દિવસે એક બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને બદલામાં ભાઈ જીવનભર પોતાની બહેનની રક્ષા કરવાનુ વચન આપે છે.
- રાખડીની આ ડોર જેટલી પવિત્ર હોય છે તેટલી જ તાકતવર પણ
- આ એક ડોરને કારણે ભરી સભામાં કૃષ્ણએ દ્રોપદીને લાજ બચાવી હતી.
- શાસ્ત્રો મુજબ રક્ષા બંધનનો તહેવાર મનાવવાની એક ખાસ વિધી અને તેની સાથે જોડાયેલ મંત્ર પણ છે જે દિવ્ય અને ચમત્કારી પણ છે.
 
આ છે રક્ષા બંધનનો રક્ષામંત્ર
રક્ષા બંધનના દિવસે સૌ પહેલા પૂજાની થાળીમાં રાખડી સજાવીને તમારા ઈષ્ટદેવ, ભગવાન ગણેશ, શિવ અને વિષ્ણુજીને રાખડી અર્પણ કરો અને આ ખાસ મંત્રનુ ઉચ્ચારણ કરો.
 
 
યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબળ: 
તેન ત્વાં અભિબદ્દનામિ રક્ષે મા ચલ મા ચલ.  
 
હવે રાખડીથી સજેલી એ થાળી લઈને ભાઈ સામે મુકો અને તિલક લગાવીને આ મંત્રનો ઉચ્ચારણ કરતા તેના હાથમાં રાખડી બાંધો.