શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (14:55 IST)

Gift-બેનને રક્ષાબંધન પર શુ ગિફ્ટ આપવી અહીં જાણો, આવી ગિફ્ટ થશે બેન માટે શુભ ફળદાયી અને લાભદાયી

રક્ષાબંધન પર બેનને રક્ષાનો સંકલ્પની સાથે ભાઈને બેનના ભવિષ્યની સુરક્ષાને ધ્યામાં રાખીને ભેંટ પસંદ કરવી. રક્ષાબંધન પર બહેનોને ગિફ્ટ આપવા માટે શુભ વસ્તુઓની વાત કરીએ તો તેમાં વસ્ત્રો, ઘરેણાં, પુસ્તકો, મ્યૂઝિક સિસ્ટમ અથવા સોના-ચાંદીના સિક્કાનો સમાવેશ થાય છે. મિઠાઈઓ મીઠા વચન, સોના -ચાંદીના સિક્કા, જ્યોતિષશાસ્ત્રમાં બેનનો કારક બુધ ગ્રહ ગણાય છે. તેથી બુધથી સંબંધિત જેમ કે લીલા વસ્ત્ર, શિક્ષા સામગ્રી, રોકડ આપી શકો છો. આ વસ્તુઓ ગિફ્ટ આપવાથી ધન, વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. રક્ષાબંધન પર બહેનોને ગિફ્ટ આપવા માટે વસ્ત્ર ખુબ સારો વિકલ્પ છે.

આ દિવસે બ્લેક અથવા વાદળી રંગના કપડા છોડીને કોઈ પણ કલરના વસ્ત્રો ગિફ્ટમાં આપી શકો છો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. સ્ત્રિયોમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તેને ખુશી આપવાથી તેઓ પ્રસન્ન થાય છે. જ્યોતિષમાં બુધને બહેનોનો કારક માનવામાં આવ્યો છે. તમે બુધ સાથે સંબંધિત વસ્તુઓ ગિફ્ટમાં આપી શકો છો. જેમાં શિક્ષણની સામગ્રી, મોબાઈલ, લેપટોપ અથવા કોઈ બોન્ડ ગિફ્ટ તરીકે બહેનને આપી શકો છો.