સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated : સોમવાર, 8 ઑગસ્ટ 2022 (11:28 IST)

Bhadra kaal- ભદ્રા કાળમાં રાખડી બાંધવી વર્જિત શા માટે

જ્યોતિષ મુહુર્ત મુજબ રક્ષાબંધન પર રાખડી હમેશા શુભ મુહુર્તનો વિચાર કરીને જ બાંધવી શુભ હોય છે. રક્ષાબંધનના દિવસે બેનને ભાઈના કાંડા પર રાખડી બાંધતા સમયે ભદ્રાકાળનો ખાસ કાળજી રાખવી જોઈએ. રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળ થતા રાખડી નહી બાંધવામાં આવે છે. ભદ્રાકાળને અશુભ સમય માનવામાં આવ્યુ છે. ભદ્રાકાળમાં કોઈ પણ રીતે શુભ કાર્ય કરવુ વર્જિત માનવામાં આવે છે ભદ્રાકાળમાં શુભ કાર્યને કરતા તેમાં સફળતા મળતી નથી. આ સમયે રક્ષાબંધનના પર્વ પર ભદ્રાકાળ ક્યારેથી શરૂ થઈ જશે. રાખડી બાંધવાનો શુભ સમય શુ હશે અને ભદ્રાકાળમાં શા માટે નહી બાંધવાય છે રાખડી? 
 
ભદ્રાકાળમાં રાખડી બાંધવુ વર્જિત શા માટે 
ભદ્રાકાળનો સમય અશુભ હોય છે. પૌરાણિક કથાઓના મુજબ ભદ્રા શનિદેવની બેન છે. એવી માન્યતા છે જ્યારે માતા છાયાના ગર્ભથી ભદ્રાનો જન્મ થયો ત્યારે સૃષ્ટિમાં તબાહી થવા લાગી અને તે સૃષ્ટિને વિનાશ કરવા અને નિગળવા લાગી. સૃષ્ટિમાં જ્યાં પણ કોઈ પ્રકારના શુભ અને માંગલિક કાર્ય હોય છે ભદ્રા તે સમયે પહોંચીને બધુ નાશ કરી નાખે છે. આ કારણે ભદ્રાકાળને અશુભ માનવામાં આવે છે. તેથી ભદ્રા કાળ થતા પર રાખડી નહી બાંધવી જોઈએ. તે સિવાય પણ એક કથા છે. રાવણની બેનએ ભદ્રાકાળમાંં રાખડી બાધવાના કારણે રાવણના સામ્રાજ્યનો વિનાશ થઈ ગયો. આ કારણે જ્યારે પણ રક્ષાબંધનના સમયે ભદ્રાકાળ હોય છે તે દરમિયાન રાખડી નથી બાંધવી.