1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified શુક્રવાર, 29 જુલાઈ 2022 (15:17 IST)

શ્રાવણ વિશેષ - જાણો એક એવા શિવ મંદિર વિશે, જેનુ શિવલિંગ દર વર્ષે વધે છે

shiv mandir
ભારતમાં અનેક પ્રાચીન મંદિરો છે. આ મંદિરોમાં અનેક રહસ્ય પણ છિપાયા છે. આજે અમે તમને ભારતના એક એવા મંદિર વિશે બતાવી રહ્યા છે જેનો આકાર આપમેળે જ દર વર્ષે વધે છે. આ રહસ્યમય  મંદિરનું નામ માતંગેશ્વર છે, જે મધ્ય પ્રદેશના ખજુરાહોમાં આવેલું છે. ખજુરાહો એક પર્યટન સ્થળ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ જાહેર કરવામાં આવી છે. અહીં તમને હિન્દુ અને જૈન મંદિરો જોવા મળે છે.
 
મંદિરનું નિર્માણ એક હજાર વર્ષ પહેલા ચંદેલ રાજાઓએ 9મી શતાબ્દીમાં કરાવ્યું હતું. શિવલિંગનો અભિષેક કરવા માટે શ્રદ્ધાળુઓએ 6 ફટુ ઉંચી જલધારી પર ચઢવું પડે છે, તે પછી જ શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે. મહાશિવરાત્રી પર્વ પર, મકર સંક્રાંતિ પર, અમાસ પર અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. મહાશિવરાત્રી અંતર્ગત મંદિરમાં વિશેષ તૈયારીઓ ચાલી રહી છે. શિવ પાર્વતીના વિવાહ માટે નગરમાં જાન કાઢવામાં આવશે. વિવાહની તમામ રસ્મો મતંગેશ્વર મંદિરમાં જ પુરી થશે.
 
શિવ મંદિર નિર્માણની પ્રચલિત કથા
પૈરાણિક માન્યતાઓ મુજબ આ મંદિરનું નિર્માણ એક વિશેષ મણિ રત્નની ઉપર કરાવવામાં આવ્યું છે. જે તેના ચમત્કારિક હોવાનું કારણ છે. આ મણિ સ્વયં ભગવાન શિવે સમ્રાટ યુધિષ્ઠિરને પ્રદાન કરી હતી. જે દરેક મનોકામના પુરી કરતી હતી. બાદમાં સન્યાસ ધારણ કરત વખતે યુધિષ્ઠિરે મતંગ ઋષિને દાનમાં આપી હતી. મતંગ ઋષિની પાસેથી આ મણિ બુંદેલખંડના ચંદલે રાજા હર્ષવર્મનની પાસે આવી. જેમણે લોકોનું કલ્યાણ કરવા માટે આ મણિને ધરતીને નીચે દબાવીને તે સ્થાન પર મતંગેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું. બધાની મનોકામના પુરી કરનાર આ મણિના કારણે જ અહીં આવનાર દરેક વ્યક્તિના મનની ઈચ્છા પુરી થાય છે. મતંગ ઋષિના કારણ આ મંદિરનું નામ મતંગેશ્વર પડ્યું.
 
ખજુરાહોનું સૌથી ઉંચું મંદિર
લક્ષ્મણ મંદિરની નજીક આવેલું આ મંદિર 35 ફૂટના ચોરસ આકારનું છે. તેનું ગર્ભગૃહ પણ ચોરસ છે. પ્રવેશદ્વાર પૂર્વ તરફ છે. મંદિરની ટોચ બહુમાળી છે. માનવામાં આવે છે કે આ મંદિર લગભગ 900 થી 925 ADનું છે. આ શિવલિંગને મૃત્યુંજય મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે છે. માતંગેશ્વર મહાદેવ મંદિરને ખજુરાહોનું સૌથી ઉંચું મંદિર માનવામાં આવે છે.