મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રામ નવમી
Written By
Last Modified: બુધવાર, 17 એપ્રિલ 2024 (00:31 IST)

Ram Navami 2024: રામ નવમીની પૂજા 17 એપ્રિલે આ શુભ મુહૂર્તમાં જ કરો, તો જ તમને મળશે પૂરો લાભ, બદલાય જશે તમારું ભાગ્ય

ram navami
ram navami
Ram Navami 2024: '17 એપ્રિલ, 2024ના રોજ દેશભરમાં રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તારીખે થયો હતો. ભગવાન રામના આગમનથી માતા કૌશલ્યા અને રાજા દશરથના આંગણ સહિત સમગ્ર અયોધ્યા ખીલી ઉઠી હતી. આજે પણ અયોધ્યામાં રામ જન્મોત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. રામ નવમીના દિવસે તમામ રામ મંદિરોમાં વિશેષ રોનક જોવા મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી રામને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે.
 
રામ નવમી 2024નો શુભ સમય
 
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ શરૂ  - 16મી એપ્રિલ બપોરે 1:23 વાગ્યાથી
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ સમાપ્ત - 17મી એપ્રિલ બપોરે 3.14 કલાકે
રામ નવમી 2024 તારીખ- 17 એપ્રિલ 2024
રામ નવમીની પૂજા માટેનું શુભ મુહુર્ત  - 17 એપ્રિલ સવારે 11:50 થી 12:21 સુધી
 
રામ નવમીનું મહત્વ
રામ નવમીનો જ એ પાવન દિવસ હતો જ્યારે કૌશલ્યા નંદનનો જન્મ થયો હતો. રામ નવમીના દિવસે, મંદિરો અને ઘરોમાં રઘુનંદનની વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. રામનવમીના દિવસે માતા સીતા, લક્ષ્મણજી અને બજરંગબલીની સાથે ભગવાન શ્રી રામની પૂજા કરવાથી અનેક ગણું વધુ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. રામ નવમીના દિવસે કાગળ પર રામનું નામ લખવાથી અનેક ગણું શુભ ફળ મળે છે.  ઉલ્લેખનિય છે કે રામ નવમીના દિવસે દૂર-દૂરથી ભક્તો રામ જન્મભૂમિ અયોધ્યા આવે છે.