રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રામ નવમી
Written By
Last Modified: ગુરુવાર, 7 એપ્રિલ 2022 (14:40 IST)

Ram navami 2022- રામનવમી પૂજા મૂહૂર્ત અને પૂજન અને વિધિ

ચૈત્ર માસની પ્રતિપદાથી લઈને નવમી સુધી નવરાત્રિ ઉજવવામાં આવે છે. ચૈત્ર માસની નવમી તિથિના રોજ શ્રીરામ નવમી Ram Navami ના રૂપમાં ઉજવાય છે. આ વર્ષે રામનવમી 10 એપ્રિલના રોજ આવી રહી છે. આ દિવસે શુભ મુહુર્ત આ પ્રકારનું છે. 
 
શુભ મુહૂર્ત -  11:09:22 થી 13:39:46 સુધી 
રામનવમી મધ્યાહ્ન સમય :12:24:34 
 
આ દિવસે શ્રીરામની પૂજા-અર્ચના કરવાથી વિશેષ લાભ થાય છે. રામનવમીની પૂજા વિધિ કંઈક આ પ્રકારની છે. 
 
1. સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરીને પૂજા સ્થળ પર પૂજન સામગ્રી સાથે બેસો 
2. પૂજામાં તુલસી પાન અને કમળનું ફૂલ જરૂર હોવુ જોઈએ. રામલીલાની મૂર્તિને હાર-ફૂલથી સુસજ્જિત કરી પારણાંમાં ઝુલાવવા જોઈએ. 
3. ત્યારબાદ શ્રીરામ નવમીની પૂજા ષોડશોપચાર કરો. રામાયણનો પાઠ અને રામરક્ષા સ્ત્રોતનો પણ પાઠ કરો. 
4. ખીર અને ફળ-મૂળને પ્રસાદના રૂપમાં તૈયાર કરો. 
5. પૂજા પછી ઘરની સૌથી નાની બાલિકા બધા લોકોને લલાટ પર કંકુનુ તિલક લગાવો.