મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. રામનવમી
Written By

રામ નવમીએ આટલુ કરશો તો ધન જરૂર વરસશે

ધનની લાલસા આપણને સૌને હોય છે. શ્રી રામ નવમીના દિવસે જો સામાન્ય વિધિપૂર્વક પરંતુ ધ્યાનથી પૂજન કાર્ય કરવામાં આવે તો અપાર ધનની સંપત્તિ પ્રાપ્ત થશે.
 

- રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરો
- નવુ ઘર, દુકાન અથવા પ્રતિષ્ઠાનમાં પૂજા અર્ચના કરી પ્રવેશ કરી શકાય છે
- નવરાત્રિના નવમાં દિવસે મતલબ રામનવમીના દિવસે માતા દુર્ગાના નવમા સવરૂપ સિદ્ધિદાત્રીની ઉપાસના કરો અને તમારી ઈચ્છાશક્તિ મુજબ દુર્ગાના નામથી દીપ પ્રજવલ્લિત કરો.
- ગરીબ અનાથ લોકોને તમારા સામર્થ્ય મુજબ દાન પુણ્ય કરો
- રામનો જન્મોત્સવ એ જ રીતે મનાવો જેવો કે ઘરના કોઈ નાના બાળકનો મનાવો છો
- નવમીના દિવસે કુંવારી કન્યાઓને ભોજન કરાવો
- કન્યાઓને ભેટ સ્વરૂપે તેમને ઉપયોગી વસ્તુ આપો
- આ દિવસ કોઈપણ પ્રકારના શુભ કાર્ય માટે મહત્વનો છે
 
P.R

- શ્રીરામ નવમીના દિવસે રામરક્ષાસ્ત્રોત, રામ મંત્ર, હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદર કાંડ વગેરેના પાઠ કરવાથી અક્ષય પુણ્ય મળશે અને ધન સંપત્તિ નિરંતર વધવાનો યોગ જાગૃત થાય છે.
- કોઈપણ નવા કાર્યની શરૂઆત, નવા વ્યવસાયની શરૂઆત આ દિવસે કરી શકાય છે.