ઉદવાડા- ગુજરાતમાં પારસીઓનું આ ગામ હેરિટેજ પ્લેસ બન્યું
18મી સદીમાં ઉદવાડા ગામ પેશ્વા શાસન હેઠળ હતું. ઇ.સ. 1742માં સંજાણ બંદરેથી આવી પારસીઓ ઉદવાડા ગામમાં વસવાટ કરવા લાગ્યા હતા. દરિયા કિનારે વસેલું અને સુંદર વાતાવરણ વચ્ચે પારસીઓએ પોતાના કાયમી વસવાટ સ્થળ તરીકે આ ગામની પસંદગી કરી હતી. સંજાણથી ઉદવાડા આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં પારસી સમુદાય દ્વારા પોતાના ઐતિહાસીક વારસો જાળવી રાખ્યો છે. જેના કારાણે વિશ્વભરના પારસીઓ માટે ઉદવાડા ગામ પવિત્ર હેરીટેજ પ્લેસ બન્યું છે. ઉદવાડા ગામે કુદરતી રીતે પ્રગટેલા આતશના દર્શન માટે વિશ્વભરના પારસીઓ અહીં આવે છે. પારસી સમુદાય દ્વારા આયોજીત કાર્યક્રમોમાં દેશ-વિદેશના પારસીઓ અહીં ઉમટી પડે છે. PM મોદી દ્વારા પારસીઓના પવિત્ર તીર્થ સ્થળ ઉદવાડા ગામને વર્લ્ડ હેરિટેજ તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી. જેને લઇ હવે પારસીઓનું પવિત્ર સ્થળ હેરિટેજ તરીકે વિકસી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ આ ગામને હેરીટેજ તરીકે વિકસાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.પાક ઇરાનશાહ આતશ બહેરામ મુખ્ય પવિત્ર તીર્થધામ આવેલું છે.વર્ષો પહેલાં કુદરતી રીતે પ્રગટેલી આતશ આજે પણ ઇરાનશાહમાં પ્રજ્વલિત છે. 150 વર્ષ કરતાં પણ જુના મકાનો હાલ પણ અહીં અડીખમ જોવા મળી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવેલું ઉદવાડા ગામ વિશ્વભરના પારસીઓ માટે હેરીટેજ પ્લેસ બન્યું છે.