શનિવાર, 24 ફેબ્રુઆરી 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , સોમવાર, 12 ફેબ્રુઆરી 2024 (13:41 IST)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગરમાં મલ્ટીલેવલ પાર્કિંગનું ઉદ્ઘાટન કર્યું

Union Home Minister Amit Shah
Union Home Minister Amit Shah
 શહેરમાં વધતા જતા વિસ્તાર અને વિકાસની સાથે પાર્કિંગ સમસ્યા પણ વધી રહી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રહલાદનગર ચાર રસ્તા પાસે AMC દ્વારા બનાવવામાં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગનું આજે સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મલ્ટીલેવલ પાર્કિંગમાં આવેલી દુકાનો અને ઓફિસો સાથેના આખા માળની ઓનલાઈન જાહેર હરાજીથી વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત પહેલા તેમજ પાંચમાંથી લઈ આઠમા માળ સુધીની 20 દુકાન અને 78 ઓફિસના વેચાણ દ્વારા AMCને રૂપિયા 260 કરોડથી વધુની આવક થવાનો અંદાજ છે.
 
દરેક ફ્લોર મુજબ અલગ બેઝ પ્રાઈસ નક્કી કરવામાં આવી
અમદાવાદ શહેરમાં પ્રહલાદનગર મલ્ટી લેવલમાં બીજા, ત્રીજા અને ચોથા માળે પાર્કિંગના ભાવ નિર્ધારણ કમિટી દ્વારા દરેક ફ્લોર મુજબ અલગ અલગ બેઝ પ્રાઈસ નક્કી કરવામાં આવી છે. પ્રતિ સ્ક્વેર મીટર દર રાખવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોરની 2.74 લાખ, પ્રથમ માળની 2.35 લાખ, પાંચથી સાત એમ ત્રણ માળની રૂ. 1.30 લાખ અને આઠમા અને ઓપન ટેરેસની રૂ. 1.23 લાખ નક્કી કરવામાં આવી છે. 98 જેટલી દુકાન અને ઓફિસ પૈકી ગ્રાઉન્ડ અને પહેલા ફ્લોર ઉપર 10-10 દુકાન એમ કુલ 20 દુકાન આવેલી છે. પાંચમા, છઠ્ઠા અને સાતમાં ફ્લોર ઉપર કુલ 60 તથા આઠમા માળે 18 ઓફિસ આવેલી છે.
 
26 ફેબ્રુઆરી સુધી બિડર ઓનલાઈન બીડ ભરી શકાશે
પ્રહલાદનગર મલ્ટીલેવલમાં આવેલી દુકાનો અને ઓફિસના તમામ માળોની ઓનલાઈન જાહેર હરાજી 1 અને 2 માર્ચ 2024ના રોજ કરવામાં આવશે. 12 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી બિડર ઓનલાઈન બીડ ભરી શકાશે. સીલ બીડની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી છે. https://e-auction.nprocure.com/ પરથી વધુ માહિતી મેળવી શકશે.