પ્રશ્નપત્ર લીક થતાં એચ ટાટના તમામ વિષયની પરીક્ષા રદ કરાઈ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકની ભરતી માટે ગત 29મી જુલાઇના રોજ લેવામાં આવેલી ટાટ પરીક્ષાનું પ્રશ્નપત્ર ગાંધીનગરમાં લીક થઈ ગયું હતું. આ ઘટનામાં પોલીસ ફરિયાદ કરાઇ હતી. ફરિયાદમાં તથ્ય જણાતા રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષા રદ કરી છે. હવે રદ કરાયેલી પરીક્ષા આગામી ડિસેમ્બર- જાન્યુઆરી મહિનામાં લેવાશે. ફરી લેવાનાર પરીક્ષા માટે ઉમેદવારે કોઈ નવી ફી ભરવાની રહેશે નહીં.માધ્યમિક વિભાગ માટે 29 ઓક્ટોમ્બરના રોજ જિલ્લાના વિવિધ કેન્દ્રો પર લેવાયેલી એચ ટાટની પરીક્ષામાં ગેરરીતિની વ્યાપક ફરિયાદ ઊઠી હતી. પરિણામે ગેરરીતિના મૂળ સુધી પહોંચવા માટે પોલીસને તપાસ સોંપવામાં આવી હતી. પોલીસ દ્વારા જમા કરાવવામાં આવેલા રિપોર્ટમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિ થઈ હોવાનું સ્વીકારવામાં આવ્યું. પોલીસે દ્વારા ફાઇલ કરવામાં આવેલા રિપોર્ટમાં પેપર કેવી રીતે ઉમેદવારો સુધી પહોંચાડ્યું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને પરિણામે ઉમેદવારોના ભાવિ સાથે ચેડાં ન થાઈ માટે ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાતી માધ્યમના તમામ વિષયોની પરીક્ષાને રદ કરવામાં આવી છે. પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાઓની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવશે..ફરીવાર પરીક્ષા લેવાવાનું નક્કી થતાં ઉમેદવારોએ ફરી તમામ તૈયારી કરવી પડશે. ઉમેદવારો જણાવી રહ્યા છે કે નવી પરીક્ષામાં પણ શી ખાતરી કે પેપર લીક નહીં થાય.