શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 21 જૂન 2017 (15:32 IST)

યોગ દિવસે અમદાવાદમાં નોંધાયા આ રેકોર્ડ

એક જ સ્થળે સૌથી વધુ વ્યક્તિઓ દ્વારા યોગનો વર્લ્ડ રેકોર્ડ:અમદાવાદના એઇએસ ગ્રાઉન્ડમાં એક સાથે 1.25 લાખથી વધુ લોકો એક સાથે જ સ્થળે યોગ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ.
 
એક શહેરમાં અલગ-અલગ સ્થળોએ એક સાથે યોગનો વર્લ્ડ રેકોર્ડ:અમદાવાદ શહેરના અલગ અલગ પાંચ સ્થળોએ અઢીથી ત્રણ લાખ લોકો દ્વારા યોગ અભ્યાસ કરવાનો વર્લ્ડ રેકોર્ડ.
 
શીર્ષાસનનો વર્લ્ડ રેકોર્ડ: પતંજલિના કાર્યકર જયપાલ દ્વારા બે કલાક અને 30 મિનિટ સુધી સતત શીર્ષાસન કરીને વિશ્વ રેકોર્ડ.
 
સૂર્ય નમસ્કારનો વિશ્વ રેકોર્ડ:પતંજલિના યોગ શિક્ષક પંકજ 3100થી વધુ સૂર્ય નમસ્કાર કરશે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના આ સૂર્ય નમસ્કારનો વિશ્વ રેકોર્ડ.
 
યોગનો વિશ્વ રેકોર્ડ:પતંજલિના યોગ શિક્ષક મહેશ યોગી 51 કલાક સુધી સતત યોગ કરીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ.
 
નૌલી ક્રિયાનો વિશ્વ રેકોર્ડ:એક મિનિટમાં સૌથી વધુ 100 વખત નૌલી ક્રિયાનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પતંજલિ શિક્ષક પુન્નાલાલ દ્વારા.પુશઅપનો વર્લ્ડ રેકોર્ડ:દિલ્હીના પતંજલિ યોગ શિક્ષક રહોતાસ દ્વારા એઇએસ મેદાનમાં 6003થી વધુ પુશઅપ કરીને નવો વિશ્વ રેકોર્ડ.
 
શીર્ષપદ્માસનનો વર્લ્ડ રેકોર્ડ:પતંજલિના યોગ શિક્ષક રવિ વ્યોમ દ્વારા સતત બે કલાક સુધી શીર્ષપદ્માસન કરીને નવો રેકોર્ડ.
 
નાની વયમાં વધુ સૂર્ય નમસ્કારનો રેકોર્ડ:18 વર્ષથી ઓછી વયના સૂર્ય નમસ્કારનો હાલનો 1250નો રેકોર્ડ પતંજલિના કાર્યકર્તાઓ દ્વારા તોડાયો.
 
સતત સૂર્ય નમસ્કારનો રેકોર્ડ:એક કલાકમાં 496 સૂર્ય નમસ્કારનો હાલનો વર્લ્ડ રેકોર્ડ તોડાયો.
 
યોગનો વિશ્વ રેકોર્ડ:પતંજલિના યોગ શિક્ષક મહેશ યોગી તોડાયો 51 કલાક સુધી સતત યોગ કરીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ.

શીર્ષાસનનું સૌથી લાંબું પ્રદર્શન: જયપાલ, ગોપાલ દાંગી અને મોહન શંકર રાવ ઠાકરે સતત 3 કલાક, 33 મિનિટ, 33 સેકન્ડ માટે કર્યું શીર્ષાસન
 
શીર્ષ પદ્માસન:રવિ વ્યોમ દ્વારા સતત 40 મિનિટ શીર્ષ પદ્માસન કરવાનો રેકોર્ડ
 
સૂર્ય નમસ્કાર:પતંજલિના શિક્ષક દેવેન્દ્રએ 4050 સૂર્ય નમસ્કાર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.
 
સૂર્ય નમસ્કાર (18 વર્ષથી નામી ઉંમર):પતંજલિના યોગ શિક્ષક ચંદ્રમોહન નેગીએ આઠ કલાકમાં 4500 વખત સૂર્ય નમસ્કાર કરી રેકોર્ડ.
 
સૌથી વધુ પુશઅપ:17 વર્ષીય આદિત્ય સિંહ દ્વારા એક મિનિટમાં 157 પુશઅપ કરવાનો વિશ્વ રેકોર્ડ.
 
શીર્ષાસન (મહિલા વર્ગ) સૌથી લાંબું પ્રદર્શન: પતંજલિના યોગ શિક્ષક ગાયત્રી દ્વારા એક કલાક અને ચાર મિનિટ સુધી શીર્ષાસન કરવાનો રેકોર્ડ.
 
શીર્ષાસન જૂનિયર મહિલા વર્ગ: પતંજલિ યોગ શિક્ષક મનીષા કુમાવત દ્વારા 51 મિનિટ સુધી 
 
શીર્ષાસન કરવાનો રેકોર્ડ.
વૃક્ષાસનનો વિશ્વ રેકોર્ડ: પતંજલિ યોગપીઠના કાર્યકર્તા મદન મોહનજી દ્વારા 48 મિનિટ, 32 
 
સેકન્ડ દ્વારા વૃક્ષાસન કરવાનો રેકોર્ડ.