શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 એપ્રિલ 2017 (14:03 IST)

રાજકોટમાં Modi ને જીતાડવા વિનોદખન્નાએ 15 વર્ષ પહેલા પ્રચાર કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતાં અને અટલબિહારી વાજપાઈ દેશના પ્રધાનમંત્રી હતાં ત્યારે વિનોદ ખન્નાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોદીને જીતાડવા માટે રાજકોટમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. 2002માં  પેટા ચૂંટણીના ચૂંટણી પ્રચારમાં વિનોદ ખન્ના રાજકોટ આવ્યા તે સમયે વિનોદ ખન્ના અટલબિહારી વાજપાયી સરકારમાં મંત્રી હતા. તેનો જબરો દબદબો હતો, હાઈ પ્રોફાઈલ અભિનેતા હતાં છતાં તેમને એરપોર્ટ લેવા કોઈ હાજર ન હતું. તે સમયે તેમણે એરપોર્ટના વેઈટિંગ રૂમમાં રાહ જોઈ હતી. વિનોદ ખન્નાને ચૂંટણી પ્રચાર દરમિયાન એરપોર્ટ પરથી વિનોદ ખન્નાને રિસીવ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ કોઈ કારણસર તે પહોંચી શક્યા ન હતા. નિર્ધારિત સમય કરતાં એરપોર્ટ પર પ્લેન આવી ગયાના લાંબા સમય બાદ રાજૂ ધ્રૂવ પહોંચ્યા હતા. ત્યારે વિનોદ ખન્ના વીઆઈપી લોન્જને બદલે આમ આદમીની જેમ જનરલ વેઈટિંગ રૂપમાં તેમને કોઈ લેવા આવે તેની રાહ જોતા હતા.