શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 એપ્રિલ 2020 (10:29 IST)

સુરતમાં પરપ્રાંતિય મજૂરોએ કરી તોડફોડ, વાહનોને લગાવી આગ

લોકડાઉનના લીધે સુરતમાં ફસાયેલા અનેક પરપ્રાંતિય મજૂરોએ શુક્રવારે રાત્રે તોડફોડ કરી અને વાહનોને આગ લગાવી દીધી. આ સંબંધમાં એક અધિકારીએ જણાવ્યું કે આ લોકો પોતાના ઘરે પરત ફરવા માટે વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે અને પોતાનો પગાર પણ જલદી ચૂકવવાની માંગ કરી રહ્યા છે. 
લોકડાઉન દરમિયાન નવરા બેસેલા શ્રમિકોએ શુક્રવારે સુરતમાં બે સ્થળો પર હોબાળો મચાવ્યો હતો. ડાયમંડ બુર્સમાં નિર્માણ અને લસકાનમાં વણકરો રસ્તા પર ઉતર્યા હતા. તેમનું કહેવું હતું કે લોકડાઉન યથાવત રહેશે તો ગુજરાત કેવી રીતે ચાલશે. કામ શરૂ કરાવવામાં આવે તો ઘરે જવા દેવામાં આવે. વણકરોએ શાકભાજીની 5 લારીઓને આગ લગાવી દીધી. અને ટાયર પણ સળગાવ્યા. એમ્બુલન્સમાં તોડફોડ કરી અને રાહદારીઓની ગાડીઓને નુકસાન પહોંચાડ્યું. 
સુરતના ડીસીપી રાકેશે બારોટે જણાવ્યું કે સુરતમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોએ રસ્તો જામ કર્યો અને પથ્થરમારો કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને 70 લોકોની ધરપકદ કરી છે. આ તમામ લોકો ઘરે પરત જવાની માંગ કરી રહ્યા છે.