1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 એપ્રિલ 2020 (13:52 IST)

લોકડાઉનમાં સુરતીઓએ 17 દિવસમાં 36 લાખનો દંડ ભર્યો

લોકડાઉન દરમિયાન પણ શહેર ટ્રાફિક પોલીસને દંડ રૂપે સારી એવી રકમ વાહન ચાલકો પાસેથી વસૂલ કરી છે. શરૂમાં ટ્રાફિક પોલીસ નક્કી કર્યું હતું કે લોકડાઉન દરમિયાન લોકો પાસેથી દંડ નહીં વસૂલાશે પરંતુ લોકો લોકડાઉનનો પુર્ણ અમલ નથી કરતા તેથી કારણ વગર ફરતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે.22 માર્ચથી 24 તારીખ સુધી રાજ્ય સરકારે લોકડાઉન કર્યું હતું. ત્યાર બાદ કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું. 22 તારીખથી અત્યાર સુધી કુલ 36 લાખ રૂપિયા દંડ રૂપે વસુલાયા છે. તેમાંથી 8 લાખ રૂપિયા તો માત્ર છેલ્લા બે દિવસમાં વસૂલ કરાયા છે. આ બાબતે ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે લોકો કારણ વગર બહાર નીકળી રહ્યા છે. તેથી હાલમાં માત્ર એવા લોકો પાસેથી દંડ વસૂલીએ છે જેઓ કારણ વગર બહાર ફરી રહ્યા છે. હાલમાં પણ જેઓ સરકારી ફરજ પર છે કે કામથી બહાર નીકળ્યા હોય તો તેમની પાસેથી દંડ વસૂલાતો નથી. જેઓ કારણ વગર ફરે છે અને ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા તેમની પાસેથી હવે દંડ વસૂલ કરવાનું શરૂ કર્યું છે.કોરોના વાયરસની મહામારી વચ્ચે સુરત શહેર પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્તરીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેરનામા ભંગ બદલ 418 જેટલા આરોપીઓની અટક કરીને 1333 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, લોકડાઉન દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા કુલ 3536 આરોપીની અટકાયત કરી 9097 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં 154 ડ્રોન કેમેરા, 8 સી.સી.ટીવી કેમેરા, 20 સાયબર ક્રાઈમ હેઠળ આરોપીઓની અટકાયત કરીને લોકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે.