શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 એપ્રિલ 2020 (13:51 IST)

રાજકોટમાં શંકાસ્પદ કોરોનાના 68 કેસ નોંધાયા, જેમાંથી 65 રાજકોટ શહેરના છે

રાજકોટમાં આજે 9 એપ્રિલે કોરોનાના 68 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તમામના સેમ્પલ પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. 68માંથી 65 રાજકોટ શહેરના, 2 ગ્રામ્યનાઅને 1 અન્ય જિલ્લાના કેસનો સમાવેશ થાય છે. 68માંથી 37 પુરૂષ અને 31 મહિલાઓ સમાવેશ થાય છે. તેમજ 5 બાળકોમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં આજે સૌથી વધુ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે. લોકડાઉનને સફળ બનાવવા માટે રાજકોટ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કર્યું હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું છે. નવા રાજકોટ અને જૂના રાજકોટમાં ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું હતું. શહેરના રાજમાર્ગો પર લોકડાઉનને સફળ બનાવવા માટે પોલીસ પ્રયત્નશીલ છે.