શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 ઑગસ્ટ 2021 (09:26 IST)

ધો.12 સાયંસના કુલ 30343 રિપીટર્સ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી એમાં માત્ર 4649 જ પાસ થયા, માત્ર 15.32 ટકા જ આવ્યું.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પરીક્ષા ગત 15 જુલાઈ એ લેવાઈ હતી. જેમાં આજે ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. 12 સાયંસના 32465 વિદ્યાર્થીઓમાંથી 30343 વિદ્યાર્થીઓ જ પરિક્ષા આપી હતી.માત્ર  4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે જેમાં 2281 વિદ્યાર્થીઓ અને 2368 વિદ્યાર્થિની છે.  A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી જેની સામે 1130 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે A ગ્રુપમાં 1425 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 297 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. B ગ્રુપમાં 9554 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1151 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જ્યારે B ગ્રુપની 11578 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2071 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. AB ગ્રુપના 6 વિદ્યાર્થી અને 3 વિદ્યાર્થિની હતી જેમાંથી એક પણ પાસ થયા નથી.B કરતા A ગ્રુપનું પરિણામ વધુ છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે. જેમાં પાસ થનારની સંખ્યા માત્ર 9 છે. ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે.