રવિવાર, 14 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 મે 2023 (09:04 IST)

GSEBનું ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર, ધાંગ્રધ્રા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ

result
કચ્છ જિલ્લાનું સૌથુ વધુ 84.59 ટકા પરિણામ 
વિદ્યાર્થિનીઓનું પરિણામ- 80.39 ટકા
 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું. આ વર્ષે 73.27% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષની તુલનાએ 13.64 ટકા ઓછું આવ્યું છે. ગયા વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું હતું. આજે જાહેર કરાયેલા પરિણામ કચ્છ જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યુ હતું. કચ્છ જિલ્લાનું 84.59 ટકા પરિણામ આવ્યુ હતું. આ વર્ષે પણ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણા વધારે આવ્યુ હતું. વિદ્યાર્થીનીઓનુ પરિણામ 80.39 ટકા આવ્યુ હતું. 
 
દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ 
 
દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 54.67 ટકા પરિણામ આવ્યુ હતું જ્યારે સૌથી ઓછું 36.28 ટકા પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારીયા રહ્યુ હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આ વર્ષે 1875 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. 21,038 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. 52,291 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત 83,596 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો અને 1,01, 797 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો તેમજ 77,043 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. D ગ્રેડ મેળવાનારા 12,020 વિદ્યાર્થીઓ છે.