રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: . અમદાવાદ. , મંગળવાર, 12 નવેમ્બર 2024 (15:23 IST)

Gujarat Khyati Hospital - આયુષ્યમાન કાર્ડ પર પૈસા કમાવવા 19 લોકોનો પોતાની મરજીથી કરી નાખ્યો હાર્ટરોગનો ઈલાજ, 2 ના મોત થતા હાહાકાર

Khyati Hospital
 ગુજરાતમાં અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલનો મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. આરોપ છે કે ખાનગી હોસ્પિટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ના રૂપિયા લેવા માટે એક સાથે 19 લોકોના હાર્ટની સારવાર કરી. આ માતે હોસ્પિટલ પ્રબંધકે તમામ પ્રક્રિયાનુ પાલન પણ ન કર્યુ. સર્વનિદાન રોગ કૈપની જાહેરાત પછી હોસ્પિટલ લાવવામાં આવેલા લોકોની સારવાર પછી બે ના મોત થઈ ગયા.  જ્યારે કે પાંચ હજુ પણ આઈસીયૂમાં દાખલ છે. ઘરના સામે આવ્યી અને પરિવારના લોકોનો ગુસ્સો ફૂટતા હોસ્પિટલ સંચાલક ફરાર થઈ ગયા છે. એટલુ જ નહી ડોક્ટર પણ લાપતા છે. સરકારે આ મામલાના પ્રકાશમાં આવ્યા પછી તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. 
\
 
હોસ્પિટલમાં લગાવ્યો હતો કૈપ 
આ ઘટના અમદાવાદના એસજી હાઈવે પર સ્થિત ખ્યાતિ મલ્ટી સ્પેશલિટી હોસ્પિટલમાં થઈ છે. ઘટના પછી પીડિત પરિવારોને મળવા પહોચેલ રાજ્યના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યુ છે કે હોસ્પિટલની તરફથી સર્વરોગ નિદાન કૈપની જાહેરાત આપતુ બેનર લગાવ્યુ હતુ. ત્યારબાદ મહેસાણા જીલ્લાની કડી તાલુકાના ગરીબ અને મઘ્યમ વર્ગના લોકોને કહેવામાં આવ્યુ કે તે પોતાનુ આધાર કાર્ડ અને સાથે પ્રધાનમંત્રી જન આરોગ કાર્ડ તૈયાર રાખે. તેમની સારવાર માટે તેમને લેવા હોસ્પિટલમાંથી બસ આવશે. 
 
 નિતિન પટેલે ઉઠાવ્યા સવાલ 
નિતિન પટેલે કહ્યુ કે હાલ એવુ સામે આવ્યુ છે કે હોસ્પિટલ પ્રબંધક એ ઘરના લોકોની પરમિશન વગર જ 19 લોકોના હાર્ટની સારવાર કરી નાખી.  એટલું જ નહીં, હોસ્પિટલે કોઈપણ રીતે તમામ 19 લોકોની સારવાર માટે સરકાર પાસેથી ઓનલાઈન પરવાનગી મેળવી હતી. જેની મંજૂરીમાં ઘણો સમય લાગે છે. આ માટે નિષ્ણાતનો અભિપ્રાય પણ જરૂરી છે. 19 લોકોના હૃદયની સારવારમાં તેમાંથી કેટલાકમાં સ્ટેન્ટ નાખવામાં આવ્યા હતા. આ પછી બે મૃત્યુ પામ્યા. આ બાબતના ખુલાસા બાદ ગભરાટનો માહોલ છે. એવું બહાર આવ્યું છે કે હોસ્પિટલ પ્રશાસને ગામના લોકોની સારવાર માટે તહસીલ આરોગ્ય કચેરીને જાણ પણ કરી ન હતી.
 
ક્યારે શુ થયુ ?
મળતી માહિતી મુજબ ખ્યાતિ હોસ્પિટલે કડી તાલુકાના બોરિસાના ગામમાં એક સ્વાસ્થ્ય ચેકઅપ શિવિરનુ આયોજન  કરવામાં આવ્યુ હતુ.  આનો લાભ લેવા આવેલા કેટલાક દર્દીઓને ડોક્ટરે બ્લોકેજની તકલીફ હોવાનું કહીને સ્ટેન્ટ મૂકવાનું સૂચન કર્યું હતું. આ માટે અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં 19 જેટલા દર્દીઓને રિપોર્ટ માટે લાવવામાં આવ્યા હતા. રિપોર્ટ બાદ 7 દર્દીઓના ઓપરેશન કરીને સ્ટેન્ટ નાખવામાં આવ્યા હતા, જેમાંથી મહેશભાઈ બારોટ અને નાગજીભાઈ સેનમા નામના બે દર્દીઓનું સ્ટેન્ટ લગાવ્યા બાદ મૃત્યુ થયું હતું. પરિવારના લોકોનુ માનીએ તો પરિવારને બતાવ્યા વગર જ સર્જરી કરવામા આવી.  આ સારવાર તેમની જ થઈ જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હતુ.  હોસ્પિટલ પ્રબંધકે આયુશ્યમાન કાર્ડમાંથી રૂપિયા પણ કાપી લીધા.  સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેષ પટેલે એક્સ પર પોસ્ટ કરતા લખ્યુ છે કે ખ્યાતિ હોસ્પિટલની આ ઘટના ખૂબ જ ગંભીર ચે.  PMJAY નો દુરુપયોગ કે કોઈપણ પ્રકારના કૌભાંડના તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.