ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 14 ઑક્ટોબર 2024 (12:57 IST)

પરિણિત મહિલા સાથે લગ્ન કરવા માટે કરી બેસ્યો આટલુ મોટુ કાંડ, મરી ચુકેલી પુત્રીની બે મહિના પછી પિતાએ કરાવી ધરપકડ

arrest
arrest
Gujarat Crime News : ગુજરાતના કચ્છમાંથી એક ખૂબ જ ચોકાંવનારો મામલો સામે આવ્યો છે. અહી એક પરિણિત મહિલાને એક વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો. બંને સાથે રહેવા માંગતા હતા.  પરંતુ આ શક્ય નહોતુ. ત્યારબાદ મહિલાએ પ્રેમી સાથે મળીને એવુ ષડયંત્ર રચ્યુ જેની ચર્ચા દૂર દૂર સુધી થઈ રહી છે.  આ મહિલાના પિતાએ જ પોતાની મરેલી પુત્રી ને પોલીસને હવાલે કરી દીધી. 
 
27 વર્ષની મહિલા પોતાના પ્રેમી સાથે રહેવા માંગતી હતી. આવામાં તેના પ્રેમી સાથે મળીને આત્મહત્યા કરવાની યોજના બનાવી.  રામી કેસરિયા અને અનિલ ગંગલ સાથે રહેવા માટે ખુદને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો. આ માટે બન્ને એક વૃદ્ધને પોતાની સાથે લીધો અને તેને સુમસામ વિસ્તારમાં લઈ ગયા.  
 
બંનેયે કરી આત્મહત્યાની પ્લાનિંગ 
બંનેયે મળીને સૂમસામ વિસ્તારમાં વૃદ્ધને લઈ જઈને તેની હત્યા કરી નાખી. વૃદ્ધને બંને જાણતા પણ નહોતા પણ તેની હત્યા કરી તેને આગને હવાલે કરી દીધો. વૃદ્ધની બોડીને આગ લગાવ્યા બાદ તેની પાસે જ રામીએ પોતાના કપડા કાઢીને મુકી દીધા. જેનાથી લોકોને લાગે કે તેણે આત્મહત્યા કરી છે. થયુ પણ આવુ જ. 
 
બે મહિના પછી પિતા પાસે પહોચી મહિલા 
ઘટના પછી રામી અને અનિલ જીલ્લો છોડીને ભાગી ગયા અને પરિવારને લાગ્યુ કે તેણે આત્મહત્યા કરી લીધી છે. જેની પુષ્ટિ થયા બાદ બંને એક રૂમ ભાડે લીધો અને સાથે રહેવા લાગ્યા પણ બે મહિના પછી રામી પોતાના પિતા પાસે આવી ગઈ. પિતા પાસે જઈને રામીએ બધી માહિતી આપી કે તે મરી નથી પણ જીવતી છે અને જે વ્યક્તિની લાશને લોકો રામી માની રહ્યા હતા એ બીજા કોઈની હતી. 
 
પિતા પાસે પહોચેલી પુત્રી અને તેનુ ષડયંત્ર જાણીને પિતા ખૂબ દુખી થયા. પિતાએ આની માહિતી પોલીસને આપી. પોલીસ રામી અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી. બંનેયે પૂછપરછ દરમિયાન પોતાનો ગુન્હો કબૂલ કરી લીધો. 
હવે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.