સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 15 માર્ચ 2024 (11:16 IST)

Botad News - વાન પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો

botad accident
botad accident
 
- પીકઅપ વાન પલ્ટી ખાઈ જતા બે લોકોના મોત થયા
- હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો સહિતનાએ બચાવ કામગીરી હાથ ધરી
-  20થી 25 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા
 
બોટાદના કુંભારા ગામ પાસે મોડીરાતે પીકઅપ વાન પલટી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બે લોકોના મોત થયા હતા જ્યારે 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક શ્રમિકો ગંભીર રીતે ઘવાતા અમદાવાદ અને ભાવનગર ખાતે વધુ સારવાર અર્થે ખસેડ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી 
 
બોટાદના કુંભારા ગામ નજીક મોડીરાત્રીના અકસ્માત સર્જાતા સામાજીક આગેવાનો કિર્તીભાઈ ચાવડા સહિતના આગેવાનો મદદ માટે દોડી આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તમામ શ્રમિકો મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે.