1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 જૂન 2023 (19:53 IST)

વાવાઝોડા અને વરસાદ વચ્ચે ગુજરાતી દોહા ગાઈને મહેફીલ લૂટાવતો વાયરલ થયો ચા વાળાનો વિડીયો

botad tea seller
botad tea seller
બિપરજોય વાવાઝોડા પછી બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પાટણ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં વરસાદ પડી રહ્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર, રાધનપુર, સંતાલપુર, સમી, હારીજ, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અનેક ઝાડ ધરાશાયી થયાં છે. તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, વાવ, દિયોદર અને સુઇગામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. એને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. વાવાઝોડા અને વરસાદના અનેક વિડીયો વચ્ચે એક ચા વાળાઓ વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે. 
 
 આ વ્યક્તિ કચ્છના છે અને તે વાવાઝોડાના ભયાનક માહોલમાં ગુજરાતી દોહા છંદની રમઝટ બોલાવી રહ્યા છે. પરંતુ તે વ્યક્તિ કચ્છના નહીં પણ બોટાદના હોવાની વાત સામે આવી છે. બોટાદના ઢસા ગામે ચાની હોટલ ચલાવતા કમલેશભાઈ ગઢવીના એક જ ગીતથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયા છે.  ઢસા ચોકડી પાસે ચાની કેબીન ચલાવતા કમલેશભાઈ ગઢવી ગાયક કલાકાર છે. તેઓ અનેક નાના મોટા સ્ટેજ પ્રોગ્રામ પણ કરી ચુક્યા છે અને આજે પણ કરે છે. આ ગાયક કલાકાર સાથોસાથ ચાની કેબીન પણ ચલાવી રહ્યા છે.
 
કમલેશભાઈને લઈને એક ખાસ વાત એ છે કે તેઓ ગરીબ પાસેથી ચા ના ફકત 5 રૂપિયા લે છે અને જો એટલા પૈસા પણ ન હોય તો મફત ચા પીવડાવે છે