1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (11:39 IST)

ગુજરાતના 126 તાલુકામાં 2થી 12 ઇંચ સુધી વરસાદ, 80 ડેમમાં 90%થી વધુ પાણી

photo-twitter
ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદે ધડબડાટી બોલાવી છે. 126 તાલુકામાં 2થી 12 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વિસાવદરમાં 12 કલાકમાં 12 ઇંચ વરસાદ તૂટી પડતાં જનજીવનને ભારે અસર પહોંચી છે.


સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા કાંઠા વિસ્તારના 7 જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અંકલેશ્વર, ભરૂચ સહિતનાં શહેરોમાં નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં 5થી 6 ફૂટ પાણી ઘૂસી ગયાં હતાં. ભારે વરસાદને કારણે ગુજરાતના 80 ડેમ 90 ટકાથી વધુ ભરાઇ જતા સ્થિતિની ચકાસણી કરવા માટે ઉચ્ચ કક્ષાની એક બેઠક પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં અત્યાર સુધીમાં કુલ 12,644 લોકોનું સ્થળાંતર અને 822 નાગરિકોનું રેસ્ક્યુ કરાયાનું જણાવવામાં આવ્યું હતું. ભરૂચમાં નર્મદાના ઘોડાપૂર 10 વર્ષ બાદ દેશની લાઈફલાઈન સમી દિલ્હી-મુંબઈ-અમદાવાદ ટ્રેન રૂટ ને 12 કલાક માટે બંધ કરી દીધો હતો.

જેને આજરોજ બપોર બાદ પુનઃ ટ્રેન વ્યવહાર શરુ કરાયો હતો.રવિવારે રાતે 12 કલાકે ભરૂચના 78 વર્ષ જુના સિલ્વર રેલવે બ્રિજના ટ્રેક પર રેલના પાણી ફરી વળતા સલામતી માટે રેડ સિગ્નલ આપવાનો નિર્ણય લેવાયો હતો. જે 12 કલાકથી ઠપ ટ્રેન વ્યવહાર શરૂ કરાયો હતો. જોકે સિલ્વર બ્રિજ પરથી સુરક્ષા સલામતી ને ધ્યાને રાખી ધીમી ગતિએ ટ્રેન પસાર કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્ય સરકારની બેઠકમાં મંત્રી ઋષિકેશ પટેલે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી.