1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ડિસેમ્બર 2021 (13:13 IST)

વ્યભિચારી પત્નીના આડાસંબંધોનો 14 વર્ષે ભાંડો ફૂટ્યો, 27 વર્ષની દિકરીની માતા પ્રેમી સાથે કરતી રહી ગુટર ગૂ

રાજ્યમાં આડાસંબંધો અને એક્સ્ટ્રા મેરેટિયલ અફેરના કિસ્સાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આવા કિસ્સાઓના કારણે સમાજમાં અને રાજ્યમાં છૂટાછેડાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારેઅમદાવાદ શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમારા રુંવાડા ઉભા થઇ જશે. પતિને તેની પત્નીના બીજા સાથેના પ્રેમ પ્રકરણની જાણ લગ્નના 14 વર્ષ બાદ થઈ હતી.
 
અમદાવાદમાં 1993 ના વર્ષે એક યુવક અને યુવતીના લગ્ન થયા હતા. તેમના લગ્નને વર્ષો વીતી ગયા. દંપતીને હાલ 27 વર્ષની દીકરી અને 16 વર્ષનો દીકરો છે. પરંતુ વર્ષ 2007 ની આસપાસ એક યુવક પત્નીના સંપર્કમાં આવ્યો હતો. જેની ઓળખાણ પત્નીએ તેની બહેનપણીના પતિ તરીકેની આપી હતી. આ યુવકની દંપતીની ઘરમાં અવરજવર વધી ગઈ હતી. યુવકે ઘરના પ્રસંગોમાં પણ હાજરી આપતો થઈ ગયો હતો. પતિ જ્યારે પણ પત્નીને આ યુવક સાથે સંબંધો વિશે વાત કરતો તો તે કંઈ પણ કહેવાનુ ટાળી દેતી હતી. તેમજ પતિ સાથે આ યુવક મામલે ઝઘડો પણ કરતી હતી. આખરે પતિને શંકા જતા તેણે મહિલાને છૂટાછેટા આપ્યા હતા.
 
પતિને પોતાની પત્નીના લગ્નેતર સંબંધોની 14 વર્ષ બાદ જાણ થતાં તેણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે. અત્રે મહત્વપૂર્ણ વાત એ છે કે પત્નીનો પ્રેમી ગેરમાર્ગે દોરી તાંત્રિક વિદ્યાના નામે 90 દિવસ તેના ઘરમાં જ રહ્યો અને પતિની ગેરહાજરીમાં શારિરીક સંબંધ બાંધતો હતો.
 
આ અંગે અરજદારના વકીલે જણાવ્યું કે પતિએ પત્નીના વ્યભિચારી વર્તનથી ત્રસ્ત થઈ પતિ મહેશભાઈએ પત્નીથી દૂર થવા માટે છૂટા છેડાની અરજી કરી છે.