શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified રવિવાર, 15 મે 2022 (11:24 IST)

કણોદરા પાસે ગોઝારા અકસ્માતમાં 3ના મોત

accident
આણંદ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન અકસ્માતની વણઝાર લાગી હતી. જેમાં જિલ્લામાં વાસદ, કિંખલોડ અને કંથારીયા પાસે સર્જાયેલા અલગ-અલગ ત્રણ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા
 
ઉમરેઠમાં 62 વર્ષીય અતુલકુમાર ઠાકોર તેમના ભાણા નરેશને લઈને વડોદરા લગ્નમાં ગયા હતા. લગ્ન પૂર્ણ થયા પછી બાઈક પર ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે વાસદ સ્વામિનારાયણ મંદિર પાસે અજાણી કારે ટક્કર મારી હતી. નરેશને ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું
 
બોરસદના કિંખલોડ ગામે મફતભાઈ વાળંદ ત્રણ વાગ્યે ગામની મોચણ સીમમાં લગ્ન હોઈમાં ગયા હતા. જ્યાં સાંજે પાંચ વાગ્યે કિંખલોડના હનુમાન મંદિરવાળા ગરનાળા પાસેથી પસાર થતી વેળાએ બીજા એક બાઈક સવારે તેમને ટક્કર મારતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.