શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (12:25 IST)

Surat News - સુરતમાં 50 વર્ષ જૂની બિલ્ડીંગની ગેલરી તૂટી, ત્રણના મોત

સુરત શહેરમાં રાંદેર નવયુગ કોલેજ પાસે એક એપાર્ટમેન્ટની ગેલરી તૂટી હતી જેના કાટમાળ નીચે દબાઇ જતાં 3 મજૂરોના દર્દનાક મોત નિપજ્યા હતા. મંગળવારે આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલા બચાવદળ અને ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ નીચે દબાયેલા મજૂરો બહાર કાઢ્યા હતા પરંતુ સારવાર પહેલાં જ ત્રણેયના મોત નિપજ્યા હતા. 
 
સ્થાનિક લોકોએ જણાવ્યું હતુંક એ સવારે ધમાકેદાર અવાજથી લોકો જાગી ગયા હતા. આ શ્રમિકો છેલ્લા કેટલા દિવસોથી આ વિસ્તારમાં કામ કરી રહ્યા હતા. આ બિલ્ડીંગ નીચે સુતા હતા. જે અકસ્માતનો ભોગ બન્યા હતા.
 
નિલંજન એપાર્ટમેન્ટ નામની આ બિલ્ડીંગ 50 વર્ષ જૂની અને જર્જરિત અવસ્થામાં છે. અહીં કેટલાક ભાડુઆત રહે છે, પરંતુ લગભગ 8-9 મહિના પહેલાં બિલ્ડીંગ ખાલી કરાવી હતી. બિલ્ડીંગ નીચે દુકાનો પણ છે. દુકાનોના ગેટ પાસે મજૂરો સૂતા હતા. 
 
-અનિલચંદ્ર નેપાળી (35)
- જગદીશચંદ્ર ચૌહાણ (45)
- રાજૂ અમૃતલાલ મારવાડી (40)