ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (11:10 IST)

આવનારા સમયમાં કોરોનાથી શું થશે એ ભગવાન સિવાય કોઈ જાણતું નથીઃ નીતિન પટેલ

ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ઐતિહાસિક ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ધારાસભ્ય બેઠા છે. ગૃહ ઉપરાંત પ્રક્ષેક ગેલેરીમાં ધારાસભ્યોએ સ્થાન લીધું તેમજ તમામ ધારાસભ્યોએ મોઢા પર માસ્ક પહેર્યા છે. વિધાનસભામાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું. વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક દર્શક ઉલ્લેખ રજુ કર્યા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ મંત્રી લીલાધર વાઘેલા, પૂર્વ મંત્રી ગીગાભાઈ ગોહીલ સહિત 8 સ્વર્ગસ્થ સભ્યોની કામગીરીને અંજલિ અર્પી હતી. ત્યારે શોક પ્રસ્તાવ પર નિતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઇ જાણતું નથી.વિધાનસભા ગૃહમાં કોરોના અંગે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઇ જાણતું નથી. કોરોના વોરિયર્સ છ મહિનાથી શબ્દ આવ્યો છે. આરોગ્ય મંત્રી તરીકે કહુ છું જ્યારે કોઇ હોસ્પિટલમાં જઈ શકતુ ન હતું ત્યારે હિંમતથી દર્દીઓની સેવા કરી છે. પોલીસ વિભાગના કર્મચારીઓએ પણ ડોક્ટરની સાથે જ સેવા આપી છે. પોતાના જીવના જોખમે કામ કર્યુ છે. જીવ ગુમાવનાર તમામ હુતાત્માઓને આદરથી શ્રદ્ધાંજલી પાછવુ છુ. કોઈ વ્યક્તિનું જીવન મુલ્ય સાથે સરખાવી શકાતુ નથી. જો કોઇ સેવા કરનાર કોરોનાથી અવસાન થયા તેમને 50 લાખની જાહેરાત કરી હતી.