શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 16 નવેમ્બર 2021 (14:04 IST)

૩ ખેલાડીઓ નેશનલ સબ જુનિયર ખો-ખો ચેમ્પિયનશિપ માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામ્યા

તાપી જિલ્લાના વ્યારા સ્થિત શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કુલ તાપીની ૦૩ ખેલાડીઓ ખો-ખો રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની સબ જુનિયર ખો-ખો ટીમમાં પસંદગી પામ્યા છે. જે આગામી તા.૨૭ નવેમ્બર થી ૦૧ ડિસેમ્બર સુધી હિમાચલપ્રદેશના ઉના ખાતે યોજાનાર નેશનલ સબ જુનિયર ખો-ખો ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. 
 
તાપી જિલ્લાની આ ખેલાડીઓમાં સાવરા હંસા, ચૌધરી હાર્દી, ગામીત તન્વીનો સમાવેશ થાય છે. આ ૦૩ ખેલાડીઓ અને તેમના કોચ સુનીલ મિસ્ત્રીને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી તાપી જિલ્લા તથા શાળા સહિત ગુજરાતનું નામ રોશન કરવા માટે શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળના હોદ્દેદારો, ડી.એલ.એસ.એસ. શાળા પરિવાર, સિનિયર કોચ ચેતનભાઈ પટેલ તથા તાપી જિલ્લા ખો-ખો એસોસીયેશન દ્વારા શુભકામનાઓ પાઠવી છે.