1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 મે 2024 (15:35 IST)

આજથી ગુજરાતની તમામ શાળામાં 35 દિવસ, કોલેજમાં 49 દિવસનું ઉનાળુ વેકેશન

govt school
આજથી ગુજરાતની તમામ શાળામાં 35 દિવસ, કોલેજમાં 49 દિવસનું ઉનાળુ વેકેશન છે. જેમાં વાર્ષિક પરીક્ષા બાદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી હતી, હવે કેમ્પસ સૂમસામ રહેશે. વેકેશન બાદ યુજી સેમ-3 અને 5 તથા પીજી સેમ-3માં તા.24મી જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. તેમજ તા.9મી મેથી તા. 12 જૂન સુધીનું 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે.

રાજ્યની તમામ શાળા અને કોલેજોમાં આજે તા.9ના ગુરુવારથી ઉનાળું વેકેશનનો પ્રારંભ થયો છે. સ્કૂલોમાં 35 દિવસ અને કોલેજોમાં 49 દિવસનું ઉનાળુ વેકેશન ચાલશે. વર્ષ-2024-25ના નવા શૈક્ષણિક સત્રની વાત કરવામાં આવે તો, સ્કૂલોમાં નવા સત્રનો પ્રારંભ 13 જૂને જ્યારે કોલેજોમાં UG-PG સેમ.1નું સત્ર 26મી જૂનથી શરૂ થશે. સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળતી હતી, હવે સત્તાવાર વેકેશન જાહેર થતાં કેમ્પસો સૂમસામ બનશે.શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ સ્કૂલોમાં તા.તા.6 મે-2024થી તા.9 જૂન-2024 સુધીનું વેકેશન જાહેર કરવામાં આવ્યુ હતુ, પરંતુ શાળા-કોલેજના કર્મચારીઓના ચૂંટણી કામગીરીમાં ઓર્ડર થયેલા હોય તારીખ બદલવા રજૂઆત થઈ હતી. જે અન્વયે રાજ્યની તમામ શાળા અને કોલેજોમાં તા.9 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તા.9મી મેથી તા. 12 જૂન સુધીનું 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. 13મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. તમામ કોલેજમાં તા.9મી મેથી 23મી જુન સુધી ઉનાળું વેકેશન રહેશે. એ પછી યુજી સેમ-3 અને 5 તથા પીજી સેમ-3માં તા.24મી જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.