સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 નવેમ્બર 2021 (10:28 IST)

તારીખ 15 અને 16 નવેમ્બરે 36 કલાકની ઓટો રીક્ષાચાલકોની હડતાળ, CNG ગેસનો ભાવ ઘટાડવા માગ

CNG ગેસ ભાવ વધારા વિરોધી સમિતિ દ્વારા રિક્ષાભાડામાં વધારો કરવાની માંગણી તેમજ સીએનજી ગેસના ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે અમદાવાદ સહિત રાજ્યના ઓટો રિક્ષા ડ્રાઈવરના સંગઠનોના આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરોક્ત બાબતે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જવાબ નહીં મળતાં અસંતોષ અને આક્રોશની લાગણી વ્યક્ત કરતા નાછૂટકે 15 અને 16 નવેમ્બરના રોજ 36 કલાકની અમદાવાદ સહિત રાજ્યમાં ઓટો રીક્ષા ચાલકોની હડતાળનું એલાન કર્યું છે. હડતાલ 15 તારીખે અને 16મી તારીખે બપોરે 12 વાગ્યા સુધી રહેશે. આમ છતાં સરકાર જો 36 કલાકની હડતાળ બાદ નિર્ણય નહીં લે તો આવનાર 21/11/2021ના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે અને આ હડતાલ માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી ચાલુ રહેશે. સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિ આયોજિત મીટીંગમાં ઉપસ્થિત તમામ ઓટો રિક્ષા યુનિયનના આ લડતને ચલાવનાર શ્રમિક અગ્રણી અશોક પંજાબીના પ્રમુખ પદે નિમણૂંક કરી હતી. પ્રમુખ પદેથી તેઓએ જણાવ્યું હતું કે રિક્ષાચાલકો નો આંદોલન શાંતિપૂર્ણ અને અહિંસક રહેશે મારો સહકાર અને અનુરોધ છે કે હડતાલ પહેલા લાખો રિક્ષાચાલકોની માગણીનો સ્વીકાર કરી ન્યાય આપશે તો આંદોલન મોકૂફ રાખવામાં આવશે.