ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ઑગસ્ટ 2023 (14:59 IST)

મેઘપર બોરીચીના બંધા મજકાનને નિશાન બનાવી 4.61 લાખની ચોરી

robbery
અંજાર તાલુકાના મેઘપર બોરીચી સીમમાં આવેલી સોસાયટીમાં ઘોળા દિવસે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. 4.61 લાખની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના અંજાર પોલીસ મથકે નોંધાઇ છે.
 
અંજાર તાલુકાના મેઘપર-બોરીચીના પારસનગરમાં રહેતા ફરિયાદી નરેશકુમાર વાશીરામ તેજવાણી (ભાનુશાલી)એ અંજાર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, સવારે તેઓ નોકરીએ ગયા હતા.
 
 દરમ્યાન તેમના પત્ની શ્રવણ દિવ્યાંગ બાળકને શાળાએ મુકવા ગયા હતા અને તેમનું મકાન બંધ હતું. પરત આવીને જોતાં ઘર ખુલ્લું હતું અને તીજોરી તૂટેલી જોવા મળી હતી.