સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 20 ઑગસ્ટ 2023 (17:59 IST)

70 વર્ષના ફુવાએ 4 વર્ષની ભત્રીજીને પીંખી નાંખી

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં સગો ફુવો જ એક 4 વર્ષની નાનકડી કુમડી દીકરી સાથે દુષ્કર્મ કર્યો. મહેમાનીમા આવેલા 70 વર્ષના સગા ફુવાએ નાનકડી કુમળી દીકરી પર નજર બગાડી દુષ્કર્મ આચર્યું હતુ. સાઠંબા પોલીસે વૃદ્ધ સામે ગતમોડી રાત્રે દુષ્કર્મ અને પોસ્કોની ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ૪ વર્ષની બાળકીને હિંમતનગર સિવિલ ખાતે સારવાર અર્થે  મોકલાઇ હતી
 
આરોપી સાળાને ત્યાં મહેમાનગતિએ આવ્યો હતો
વાત છે બાયડ તાલુકાના સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની આ ગામમાં ફુવા પોતાના સાળાને ત્યાં મહેમાનગતિએ આવ્યા હતા. 
 
ગઈ રાત્રે ઘરના બધા બેઠા હતા તે સમયે ફતેસિંહ ઝાલાની નજર પોતાના સાળાની ફૂલ જેવી 4 વર્ષીય બાળકી પર પડી. એ નજર ખૂબ હેવાનીયત ભરેલી હતી. જેથી રસોડામાં બેઠેલી બાળકીને રમાડવાના બહાને ફરવા લઈ જવાનું કહી નરાધમ 70 વર્ષીય બુઢ્ઢો ફતેસિંહ ઝાલા બાજુમાં આવેલા ખેતરમાં લઇ ગયો હતો. ત્યાં બાળકી સાથે ગંદી ચેસ્ટા કરવા લાગ્યો હતો. બાળકીને નિર્વસ્ત્ર કરીને દુષ્કર્મ આચરતો હતો. તે સમયે એક રાહદારી ત્યાંથી પસાર થતો હતો. તેની નજર આ હેવાન આધેડ પર પડી એટલે આ નરાધમ ત્યાંથી જાણે કાઈ બન્યું જ નથી એમ માનીને રવાના થઈ ગયો હતો. આ નરાધમ સબંધમાં બાળકીનો સગો કૂવો થાય છે.