ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદઃ , શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (14:54 IST)

અમદાવાદમાં ત્રણ મહિનાથી ફ્લેટોમાં ઘરકામ કરતી છોકરીની છેડતી કરતા વિધર્મી રિક્ષાચાલકની ધરપકડ

rickshaw puller was arrested for molesting a girl
rickshaw puller was arrested for molesting a girl
યુવતીના પરિવારજનોએ રાતના સમયે રિક્ષાચાલકને પકડ્યો અને પોલીસ બોલાવી હતી
 
Ahmedabad Crime News - શહેરમાં ઈસનપુર અને મણિનગરમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ છોકરીઓની છેડતીના બનાવો વધી રહ્યાં છે. તાજેતરમાં જ આ વિસ્તારમાં એક જ દિવસમાં બે બનાવો નોંધાયા હતાં. ત્યારે હવે ફરીવાર મણિનગરમાં એક ઘરકામ કરીને ગુજરાન ચલાવતી 21 વર્ષની છોકરીની 35 વર્ષના વિધર્મી દ્વારા છેડતી થયાનો મામલો સામે આવ્યો છે. આ છોકરીએ સમગ્ર બાબત તેના પરિવારને કહેતાં પરિવારે આરોપીને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 
છોકરીને ત્રણ મહિનાથી હેરાન કરતો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતી 21 વર્ષની છોકરી મકાનોમાં કામ કરીને ઘરનું ગુજરાત ચલાવવામાં મદદ કરે છે. આ યુવતીને એક વિધર્મી આસિફ પઠાણ નામનો રિક્ષાચાલક હેરાન કરતો હતો. છેલ્લા ત્રણ મહિનાથી આરોપી હિન્દુ છોકરીની પાછળ પાછળ ફરીને તેને હેરાન કરતો હતો. આ છોકરીએ આ વાતની જાણ તેની માતાને કરી હતી અને ત્યાર બાદ તેનો બનેવી સહિતના લોકોએ આ રિક્ષાચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. આ પહેલાં લોકોએ તેને બરાબરનો મેથીપાક પણ ચખાડ્યો હોવાની માહિતી મળી રહી છે. 
 
આરોપી આફતાબ ખાન પઠાણની પોલીસે ધરપકડ કરી
પોલીસના જણાવ્યા પ્રમાણે મણિનગરમાં દક્ષિણિ વિસ્તારમાં રહેતી એક 21 વર્ષિય યુવતીને તે ફ્લેટમાં ઘરકામ કરવા જતી હોય ત્યારે આશરે ત્રણેક મહિનાથી એક શેરખાન ઉર્ફે આફતાબ ખાન પઠાણની પોલીસે ધરપકડ કરી લીધી છે. હાલમાં છેડતીનો ગુનો દાખલ કરીને મણિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ છોકરીએ તેની માતાને આ બાબતની જાણ કરી હતી. ત્યારે તેની માતાએ આરોપીને ઠપકો આપતાં આરોપીએ થોડા સમય સુધી હેરાન કરવાનું બંધ કરી દીધું હતું પરંતુ થોડા જ દિવસોમાં ફરીવાર તેણે આ છોકરીની છેડતી કરવાનું ચાલુ રાખ્યું હતું.