શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (13:43 IST)

Video નજીવા વિવાદમાં ગયો યુવકનો જીવ, થપ્પડ મારતા જ યુવાન પડ્યો રેલવે પાટા પર અને આવી ગઈ ટ્રેન

train video
train video
મુંબઈના સાયનમાં દિલ દહેલાવી દેનારો એક મામલો સામે આવ્યો છે. સાયન રેલવે સ્ટેશન પર ક્ષણ ભરના ગુસ્સાને કારણે એક વ્યક્તિનો જીવ જતો રહ્યો. પ્લેટફોર્મ પર ઉભેલો એક વ્યક્તિ થપ્પડ ખાધા પછી પાટા પર પડી ગયો અને ત્યારે લોકલ ટ્રેન (Mumabi Local Video) આવી ગઈ. દુર્ઘટના એટલી ભયાનક છે કે અમે તમને વીડિયો નથી બતાવી રહ્યા. દિલ દહેલાવી દેનારી આ ઘટના રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસની છે. ઘટના CCTV કેદ થઈ ગઈ અને હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જીવ ગુમાવનાર યુવક 26 વર્ષનો નિદેશ રાઠોડ હતો. 

 
નજીવી બાબતે ગયો જીવ 
 
વીડિયોમાં તમે જોઈ શકો છો કે નજીવા વિવા પછી દિનેશને એક વ્યક્તિ થપ્પડ મારે છે અને તે પ્લેટફોર્મ પરથી નીચે પાટા પર પડી જાય છે. જ્યારે તે ઉઠવાનો પ્રયાસ કરે છે ત્યારે જ અચાનક ટ્રેન આવી જાય છે અને ક્ષણવારમાં જ તેનુ મોત થઈ જાય છે.  વાયરલ થઈ રહેલા CCTVમાં જોઈ શકાય છે કે સફેટ શર્ટ નએ એ જ રંગની પેંટ પહેરીને દિનેશ પ્લેટફોર્મ પર એક મહિલા શીતલ માને સાથે અથડાય છે. ત્યારબાદ ગુસ્સામાં મહિલા પોતાની છત્રીથી દિનેશને વારેઘડીએ મારતી જોવા મળી રહી છે.  ત્યારબાદ તરત જ મહિલાનો પતિ અવિનાશ માને પણ ત્યા પહોચે છે અને દિનેશને થપ્પડ મારે છે જેનાથી તેનુ સંતુલન બગડે છે અને તે ટ્રેક પર પડી જાય છે. 
 
થપ્પડ મારતા જ પડી ગયો દિનેશ 
 
જેવી જ ટ્રેન નિકટ આવી, આસપાસ ઉભેલા મુસાફરો દિનેશ ને બચાવવા પ્લેટફોર્મના કિનારે ભાગે છે અને કેટલાક લોકો ટ્રેનને રોકવા માટે હાથ પણ હલાવી રહ્યા છે પણ દિનેશ પ્લેટફોર્મ ચઢી નથી શકતો અને ટ્રેન નીચે કપાઈને તેનુ મોત થઈ જાય છે.  તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાય ગયો હતો.  દિનેશ રાઠોડ બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એંડ ટાંસપોર્ટ  (BEST) માટે કામ કરતો હતો.